________________
માનદીપિકા
[ ૩૪૭ ]
આવ્યું હોય છે અને નિરંતર તેને અનુકૂળ સામગ્રીનું પિષણ આપ્યું હોય છે તે કાળાંતરે એક મહાન ગંભીર ઘટાવાળું મજબૂત ઝાડ થઈ રહે છે. તે આત્મશક્તિ તે પિતાની પાસે જ છે. પોતે જ તદ્રુપ છે. અજ્ઞાન દશાથી ભાન ભુલાયેલું છે. કર્મ લાગેલાં છે. બાકી કાંઈ ફેરફાર થયેલ નથી. નિરંતર આત્મા એ જ હું છું એ સ્મૃતિમાં રખાતું હોય, હું જ સર્વજ્ઞ છું જ સર્વજ્ઞ છું આ મહાવાક્યને પટ મન ઉપર નિત્ય અપાતે હેય અને તે બોલવા માત્રથી નહિ પણ તન્મય થઈને એ સિવાય બીજું કાંઈ નથી, એટલે સુધી વ્યવહારનું ભાન ભૂલીને, એટલે હું જ પરમાત્મા છું તે ભાવનામાં જ તદાકાર થવાને અહોનિશ પ્રયાસ કરાતે હોય તે તે સર્વજ્ઞપણને અવશ્ય પામે છે જેવી ભાવના તેવી સિદ્ધિ. વિશેષ એટલો છે કે સર્વ પ્રકારની અનુકૂળતા મેળવી, અહેનિશ આ ભાવનામાં લીન થવું જોઈએ. આ જ આંતરચારિત્ર છે. આ જ મુખ્ય શ્રદ્ધાન છે અને આ જ મુખ્ય જ્ઞાન છે. વધારે શું કહેવું? આવી રોમેરેમની લાગણીથી આવા નિત્યના અનુસંધાનથી અને આવા આંતરિક જીવનથી જ આત્મજ્ઞાન પ્રગટ થાય છે. આત્મ લક્ષ થયા સિવાય નિર્વાણ કોઈને પ્રાપ્ત થાય જ નહિ. એ લક્ષ જાગ્યા સિવાયને અભ્યાસ લક્ષ વિનાનાં ફેકેલાં બાણની માફક ઉપયોગી થત જ નથી.
- આલંબન તેવું ફળ वीतरागो विमुच्येत वीतरागं विचिन्तयन् । रागिणं तु समालंब्य रागी स्यात्क्षोभणाद्विकृत् ॥१६७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org