________________
ધ્યાનદીપિકા
[ ૩૨૫]
શેભતી કણિકામાં સ્કુરાયમાન થતા મહામંત્ર નું ચિંતન કરવું. આ મહામંત્ર રફથી રૂંધાયેલે, કલા અને બિંદુના ચિહ્નવાળ, આકાશ અક્ષર (આકાશ બીજ) ૪ કારને ચળકતા બિંદુના તેજની કટિ કાંતિ વડે દિશાના મુખને વ્યાપ્ત કરતો ચિંતવવો. તે રેફમાંથી ધીમે ધીમે નીકળતી ધુમાડાની શિખાનું ચિંતન કરવું. પછી તેમાં અગ્નિના તણખાની સંતતિ નીકળતી અને પછી જવાલાની પંક્તિ નીકળતી ચિંતવવી. નિરંતર વૃદ્ધિ પામતા તે વાલાના સમૂહ વડે ધીર પુરુષે હૃદયમાં રહેલા કમળને તત્કાળ બાળી નાખવું. તે આઠ કમલના બનેલા આઠ પત્રોવાળા અધોમુખ કમલને મહામંત્રને ધ્યાનથી ઉત્પન્ન થયેલે અગ્નિ બાળી જ નાખે છે એમ ક૯પવું. ત્યાર પછી દેહની બહાર ત્રિકોણ અગ્નિમંડલનું ચિંતવન કરવું. તે ત્રિકોણ અગ્નિમંડલ અગ્નિબીજ તથા ચચક્તા સ્વસ્તિક સહિત છે એમ ધ્યાવું. પછી દેહને કમબને તથા મંત્રમાંથી નીકળતા અગ્નિની જવાળાવાળા અંતરના અગ્નિને અને બહારનું અગ્નિમંડલ તે સર્વને તત્કાળ સુખરૂપ કરી નાખીને શાન્ત થઈ રહેવું તે આનેવી ધારણા છે.
ભાવાર્થ–પાર્થિવી ધારણાને અભ્યાસ કેટલાક દિવસ કરતાં તે અભ્યાસ દઢ થયા પછી આગળ અભ્યાસ ચલાવ દઢ ધારણું એટલે જ્યારે જે ઠેકાણે તે ધારણાનું ચિંતવન કરીએ ત્યારે તે સ્થળે તરત જ વિલંબ વિના તે દેખાવ ખડે થાય એટલે દઢ અભ્યાસ થયો કહેવાય ત્યારપછી નાભિની અંદર એક સુંદર સેળ પાંખડીનું કમળ ચિતવવું. તેના પાંદડાઓ ખુલ્લાં, ઊંચાં, ઊભા હોય, અર્થાત્ નાભિના નીચલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org