________________
[ ૩૨૦ ]
કૈયાનીપિકા
પિડસ્થ ધ્યેયની પાંચ ધારણા
पिंडस्थे पंच विज्ञेया धारणा तत्र पार्थिवी । आग्नेयी मारुती चापि वारुणी तच्चभूस्तथा ॥ १३८ ॥ પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારુણી અને તત્ત્વભૂ-ડિસ્થ ધ્યેયની આ પાંચ ધારણા જાણવી.
ભાવા આપણા લાંબા વખતના પરિચયવાળા પાંચ સ્થૂલ ભૂતાના સંબંધમાં (આ પિંડસ્થ ધ્યેયમાં) ધારણા કરીને પછી આત્મસ્વરૂપની ધારણા કરવાની છે. સ્થૂલ ભૂતા જે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને આકાશરૂપ છે, જેના પરિચય આપણને લાંબા વખતના છે, તેથી તેની સાથે આત્મામાં મનને સ્થિર કરવું. તેના જુદા જુદા આકાર પ્રમાણે મનની સાથે આત્મઉપચેગને પરિણમાવવાની ટેવ આપણી મરજી અનુસાર પાડવી તે વધારે અનુકૂલ પડશે એમ ધારી શાસ્રકાર પિંડસ્થ ધ્યેય પાંચ ધારણાએ કરી બતાવે છે. પાર્થિવી એટલે પૃથ્વી સંબંધી વિકારવાળી ધારણા, આગ્નેયી એટલે અગ્નિ સમધી ધારણા, મારુતી એટલે વાયુ સ'ખ'ધી ધારણા, વારુણી એટલે પાણી સબંધી ધારણા, આ ધારણાના પ્રસંગમાં આકાશની ધારણા આવી જશે, પહેલી પૃથ્વી સ`ખ'ધી ધારણા સાથે સમુદ્રના પાણી સ’બધી ધારણા કરવામાં આવી છે અને છેલ્લી ધારણા તત્ત્વભૂ છે, એટલે તત્ત્વસ્વરૂપે-આત્મસ્વરૂપે-થઈ રહેવાની છે.. આત્મા એ જ પરમાત્મા છે, આત્માથી પરમાત્મા જુદો નથી એ વિષયને જણાવવાવાળી આ ધારણા છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org