________________
ધ્યાનદીપિકા
[ ૨૮૭ ]
-
રાગ, દ્વેષ, કષાય અને આશ્રવાદિ ક્રિયામાં વર્તતા જીના સંબંધમાં પ્રાપ્ત થતા આ લોક અને પરલોક સંબંધી દુઃખોનો નિર્દોષ જીવન ગુજારનારાએ વિના પ્રમાદે વિચાર કર.
વિપાકવિચય ધ્યાન. चतुर्धा कर्मबन्धेन शुभेनाप्यशुभेन वा । विपाकः कर्मणां जीवैर्भुज्यमानो विचित्यते ॥१२५॥
શુભ અથવા અશુભ ચાર પ્રકારના કર્મબંધ વડે કરીને છ કર્મને વિપાક ભોગવી રહ્યા છે તેને વિચાર કરે.
ભાવાર્થ–પ્રકૃતિ. સ્થિતિ, રસ અને પ્રદેશ એમ કર્મને બ'ધ, સારો કે નઠારો ચાર પ્રકારે થાય છે. જેના સારા કે નરસા અધ્યવસાય અનુસાર કમને સારે કે નર બંધ થાય છે. મન, વચન, કાયાના ગની પ્રવૃત્તિ અને તે સાથે અભિમાન કે ધાદિ કષાયોનું મિશ્રણ થવાથી શુભાશુભ કર્મબંધન થાય છે. કષાયની પરિણતિ ભળ્યા સિવાય કર્મબંધ થતો નથી. કષાય કે ધાદિ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. પ્રશસ્તથી શુભ કર્મબંધ થાય છે અને અપ્રશસ્તથી અશુભ બંધન થાય છે. મન, વચન, કાયાના ગની પ્રબળ “તાથી પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ થાય છે અને કેધાદિ કષાયની પ્રબળતાથી સ્થિતિબંધ અને રસબંધ થાય છે.
પ્રકૃતિબંધ એટલે સ્વભાવ સંબંધી બંધ જેમ કે કોઈ કમને જ્ઞાનને દબાવવાનો સ્વભાવ છે, કોઈને દર્શનને રોકવાને સ્વભાવ છે, કેઈને આત્મસ્થિરતા ન થવા દેવાનો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org