SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૨૭૫ ] સમુખ કે ઉત્તર દિશા સન્મુખ ધ્યાન વેળાએ બેસવું તે વધારે સારું છે. છતાં આ પણ નિયમ ચક્કસ નથી. શરૂઆતમાં તે આ સર્વ નિયમે બરાબર પાળવા જોઈએ. જેઓના મન ઉપર કાબૂ આવી ગયે છે તેઓ આ નિયમો ન પાળતાં ગમે તેવી રીતે ધ્યાન કરે તે પણ હરકત નથી. | ધર્મધ્યાનનાં આલંબને आलंबनानि धर्मस्य वाचनापृच्छनादिकः । स्वाध्याय: पंचधा ज्ञेयो धर्मानुष्ठानसेवया ॥१८॥ વાચના દેવી-પ્રશ્ન શંકાદિક પૂછવું ઈત્યાદિ પાંચ પ્રકારને સ્વાધ્યાય કરે તે ધર્મધ્યાનનાં આલંબનો છે. તેમ જ ધર્મ અનુષ્ઠાનનું સેવન કરવું તે પણ ધર્મધ્યાનનું આલે બને છે. ભાવાર્થ –ધર્મધ્યાનરૂપ મહેલ ઉપર ચડવામાં મદદ ગાર સહાયક દાદરા અને દેરડાંરૂપ વાચનાદિ આલંબન છે. આલંબનની મદદથી ઘણી ઝડપથી તેમ જ સહેલાઈથી ધારેલા સ્થાન ઉપર પહોંચી શકાય છે. વાચનાદિ ધર્મ અનુષ્ઠાન ધર્મધ્યાનમાં મદદગાર આલંબનો છે. વાચનાદિ-શિષ્યાદિકને નિર્જરા હેતુ જાણી સૂત્રાદિક ભણાવવાં કેઈ પણ સૂત્રાદિના સ્થળોમાં શંકા પડે તે તે સંશય દૂર કરવા માટે ગુર્નાદિકને પૂછવું તે પૃચ્છના છે. પૂર્વે ભણેલા સૂવાદિ ભૂલી ન જવાય તે માટે તથા નિજ રાને માટે યાદ કરવાનો અભ્યાસ કરે તે પરાવર્તન છે. અનુપ્રેક્ષા એટલે વિચારણા કરવી. આત્મલાભમાં ઉપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy