SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫૮ ] ધ્યાનદીપિકા હજી વધારે વખતની જરૂર છે તે પહેલાં તેને સમજાવતાં કે સારે રસ્તે દોરતાં ઊલટો તેને કંટાળો આવે છે એટલું જ નહીં, પણ ઊલટું ધર્મ ઉપર કે શિખામણ આપનાર ઉપર તેને વૈષ થાય છે. આ દ્રષની લાગણી ઉત્પન્ન કરાવી તેને વધારે પાછો હડસેલે, વધારે અધોગતિમાં જાય તેવી સ્થિતિમાં લાવી મૂકો તેના કરતાં તો તેની ઉપેક્ષા કરવી તે જ અત્યારે તેના માટે લાભકર્તા છે. શિખામણ કે ઉપદેશ આપનારાએ પણ પિતાના ભલા માટે તેની ઉપેક્ષા કરવી તે ચગ્ય છે. કારણ જ્યારે ઘણી શિખામણો આપતાં, ઘણી વાર સમજાવવાં છતાં અને તે પણ તેના ભલા માટે જ આપણા જ્ઞાન, ધ્યાન, અને વખતનો ભંગ આપી તેને સુધારવા પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે તે માટે નથી, સુધરતા નથી, કે સમજ નથી ત્યારે તે ઉપદેશકને કે શિક્ષકને ક્રોધ ચડે છે; ગુસ્સો આવે છે, કંટાળો વધે છે. કંટાળાથી નારાજ થઈ ફરી અન્યને શિક્ષા દેવાનું બંધ કરે તો અન્યાય કે અનર્થ થાય છે. એકને દોષે સર્વને સરખા ગણવા તે અગ્ય ગણાય. જે તેના ઉપર છેષ કરે તો પિતાને ધર્મ કરતાં ધાડ આવી તે ન્યાયે નવીન કર્મ બંધ થાય છે અને પરિભ્રમણમાં વધારો થાય છે એમ જાણી તેવા પ્રસંગે તેવાઓની ઉપેક્ષા કરવી તે યોગ્ય છે. જેમ આ ઉપેક્ષા કરવાનું કારણ બનેને દ્વિષ થતો અટકાવવાનું છે તેમ જ ઉપેક્ષા કરવાનું બીજું કારણ રાગને અટકાવવા માટેનું છે. સંસારની મલિન વાસનાને ઈચ્છાઓને વધારે પિષણ મળે, દબાઈ ગયેલી કામાદિ વાસનાઓને ઉત્તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy