________________
શ્રી કિતકરભાઇની કિતી ગાથા
અનાદીકાલથી સંસારમાં પરિભ્રમણ કરતાં કયારેકજ મહાન પુન્ય પ્રભાવે માનવ ભવ મળે છે. અને પુણ્યાનું બધી પુણ્યને જયારે ઉદય હોય ત્યારે આત્મા પોતે મળેલી સામગ્રીને સદુપયોગ કરી શકે છે આપણા કીર્તીકરભાઈનું જીવન એટલે જીવતી જાગતી પ્રેરક કથા છે.
એક નાનામાં નાની વ્યક્તિને અત્યંત પ્રેમથી બોલાવવી ઊંચ નીચનો ભેદ નહિ. ગરીબ તવંગરને ભેદભાવ નહી. સરલતાને જાણે દરિયે જોઈ લે ઊંચી કક્ષાનું ચરિત્ર અને સત્ય પ્રિયતા અને નિષ્કપટ ભાવ એવા અનેક ગુણોથી તેઓ શોભી રહ્યા છે.
એમના અંતરની ભાવના એ પોતે માને છે કે જન્મ જન્મના દુઃખની આત્યંતિક નિવૃત્તિ સાધી પરમ આનંદ અને શાશ્વત સુખને આત્મસાત્ કરવા સમય અને સાધન પ્રાપ્ત થયા છે જીવન જીવવાનો સત્ય અને વાસ્તવિક હેતુ મહાન અને ગંભીર છે. નિર્દોષ આનંદ શાંતિ અને સુખ કે જેની ગણના વિશ્વના કેઈપણ પદાર્થ અને સુખની સાથે ન થઈ શકે એ પ્રાપ્ત કરવા કમ્મરકસી દિવ્ય પ્રયત્ન કરવાને છે. અને બહિરાત્મ દશાનો ત્યાગ કરી અંતરાત્મદશા પ્રગટાવવા રાત દિવસ પ્રયત્ન કરી રહેલ છે સામાયિક, પ્રતિક્રમણ અને નમસ્કાર મંત્ર ઉવસગહર લોગસ્સ વિગેરે અનેક જીવન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org