________________
[ ૨૪૪ ]
ધ્યાનદીપિકા
યમાં લાગ્યું છે તે ધારણા થઈ અને તેમાં જે-તે વિચારમાં . તે એટલે લીન થઈ ગયું છે કે વિચારના પ્રવાહ સિવાય બીજો વિચાર પણ તે વખતે હેત નથી. આ ધ્યાન થયું અને આ સ્થિતિમાં જે દેહનું ભાન ભુલાઈ તદાકાર થઈ જાય તે સમાધિ પણ થઈ જાય. છતાં સમાધિ પર્યત ન પહોચે તે પણ ધ્યાન સુધી તે ઘણું માણસ પહોંચી જાય છે. જુઓ કે આ ધ્યાનેને પહેલાં આધ્યાન કે રૌદ્રધ્યાન તરીકે ઓળખાવી આવ્યા છીએ અને તેનો ત્યાગ કરવાનું પણ સૂચવી આવ્યા છીએ, તથાપિ અહીં કહેવાનો આશય એ છે કે હલકાં ધ્યાન-ધારણ તે મનુષ્યો નિરંતર કરે છે, પણ તે કાંઈ કલ્યાણને માર્ગ નથી.
એ જ પ્રત્યાહાર, ધારણા, ધ્યાનને માર્ગ બદલાવી નાખવો જોઈએ. જે પ્રવાહ ની વહે છે, તે જ પ્રવાહને તેની સામેની બાજુ તરફ ગતિ આપવી એટલે બસ થયું. આટલું જે સિદ્ધ કરવામાં આવે તો જે હલકા પ્રકારની ધ્યાનાદિ ક્રિયા અગતિ આપનારી થાય છે, તે જ ક્રિયા શક્તિનું સુકાન-નિશાન બદલાવાથી તમને ઊંચી સ્થિતિઆત્માની શુદ્ધ સ્થિતિ પ્રાપ્ત કરવામાં મદદગાર થશે.
પ્રત્યાહાર પછીને વિષય પિતાના અનુભવને છે. તેથી આ સંબંધમાં કાંઈ વધારે બેલવું તેના કરતાં અનુભવ કરવાથી જ વધારે સમજાય તેવું છે. આ આત્માના ગુણ કે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કેમ કરવું તે બાબતમાં તે ઈશારે. કરે તેટલું જ બસ છે. કારણ જ્યાં વસ્તુસ્થિતિ જ આત ક્રિયાથી સિદ્ધ થાય તેમ છે ત્યાં બાહ્ય વાણી શું કહી શકે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org