________________
ધ્યાન દીપિકા
[ ૨૪૩ ]
કરે તે ધ્યાન અને આ યાન જ વધારે વખત લંબાતાં જે લક્ષ આપણે ધ્યાન કરવા માટે લીધું છે તેના જ આકારે મન પરિણમી જાય. પિતાના દેહ સુદ્ધાંનું ભાન ભૂલી જઈ તદાકાર-ધ્યેયાકાર થઈ રહેવું તે સમાધિ કહેવાય છે,
આવી ધારણા અને ધ્યાન કરવાની ટેવ દરેક મનુષ્યને કે જીવને પડેલી હોય છે, પણ વિશેષ એટલે છે કે તે ટેવ દુનિયાના વિષયેની આસક્તિ તરફની હોય છે-અજ્ઞાન દશાની હોય છે. તેથી કર્મને ક્ષય થ કે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાનું બનતું નથી પણ તે ક્રિયા ઊલટી વધારે બંધન કરનારી થાય છે.
આવી પ્રત્યાહાર ધારણું અને દયાનની ટેવ મનુષ્યોને કેવી રીતે પડેલી હોય છે, તે શંકા કરવા જેવું નથી, તમારા અને મારા અનુભવની આ વાત છે. અને વિચાર કરશે તે અવશ્ય તે વાત તમને તમારા જીવનમાં પણ મળી આવશે. દષ્ટાંત તરીકે કઈ વખત પિતાના વહાલા માણસને વિગ થયો હોય કે કોઈ પૈસા સંબંધી નુકશાન થયું હોય કે ભવિષ્યમાં કોઈ વિપત્તિ આવી પડવાની હોય તેને ઉપાય ચિંતવવાના વિચારમાં માણસ એટલો બધો ગરકાવ થઈ જાય છે કે પાસે કેણું આવ્યું, અગર અમુક માણસ શું બોલ્યો, તેનું તેને ભાન સુદ્ધાં રહેતું નથી. આ ઠેકાણે વિચાર કરો કે બધી ઇદ્રિમાંથી તેણે પોતાનું મન કાઢી લીધું હોય છે, કારણ કે ઈક્રિયેના વિષને અત્યારે તેનું મન બિલકુલ ગ્રહણ કરતું નથી તે પ્રત્યાહાર થે. તેનું મન કંઈ એક વહાલા માણસ તરફ, કે પિતા તરફ કે વિપત્તિના પ્રતિકારરૂપ ઉપા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org