SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૨૪૧ ] લે છે વગેરે હકીકત છે. ભગવાન મહાવીરદેવના સંબંધમાં પણ તેવી જ વાત આવે છે કે એક અહેરાત્ર પર્યત એક વસ્તુમાં-ધૂળના ઢેફા ઉપર દષ્ટિ રાખી તેઓ મહાપડિમામાં (અભિગ્રહ વિશેષ) રહ્યા હતા. લક્ષ ગમે તેવું હોય પણ મનને કે નેત્રને વિકાર ઉત્પન્ન કરે કે રોગ ઉત્પન્ન કરે તેવું હોવું ન જોઈએ. તેના પર દષ્ટિ અને મનને સ્થાપન કરવાનો હેતુ માત્ર દષ્ટિને સ્થિર કરવા અને મનની એકાગ્રતા કરવા સિવાય બીજો હેત નથી. અને બાહ્ય પદાર્થમાં દષ્ટિ તથા મન સ્થિરતા ન પામે તે પછી જે આ આંખે જોઈ શકાતી નથી તેવી આંતરવસ્તુ કે પદાર્થમાં તે મન કેવી રીતે સ્થિરતા પામશે? આંતરસ્થિરતા પામવાને મુખ્ય હેતુ આ અભ્યાસમાં રહેલ છે. આ પદાર્થ ઉપર દષ્ટિને મન સાથે સ્થિર કરવામાં જેને ઠીક ન લાગે તેમણે ભગવાનની કે ગુરુની મૂર્તિ લેવી અને તેના ઉપર એકાગ્રતા કરવી. તે સિદ્ધ થયા બાદ, એટલે કે પણ જાતને સંકલ્પવિક૯પ ન કરતાં દષ્ટિ સાથે મન સ્થિર રહી શકે તે પછી તે દષ્ટિને આંતરલક્ષ તરફ વાળવી, એટલે આંખ બંધ કરી આંતરના લક્ષો સિદ્ધ કરવા તરફ પ્રવૃત્તિ કરવી. - આંખો બંધ કરીને કે નેત્ર અધખુલ્લાં રાખીને પિતાના હદયમાં ભૂકુટિમાં, નાભિમાં અને બ્રહ્મરપ્રાદિ સ્થાનમાં મનને નિરાકાર આત્માની કલ્પના કરી આત્માના શુદ્ધ ઉપગની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy