________________
ધ્યાનદીપિકા
[ ૨૩૩ ]
-
મૂકવી. આમ કરનારને જ વૈરાગ્ય કહેવાય છે. પછી તે ગૃહસ્થાશ્રમમાં પોતાની ફરજ અદા કરવા રહ્યો હોય કે તેવા પ્રતિબંધના અભાવે ત્યાગી થયો હોય, તે જ ખરેખર વૈરાગી છે. પિતાની ફરજ બજાવવાની શક્તિ ન હોય, કઈ કારણથી સંસારવ્યવહાર ચલાવતાં કંટાળેલો હોય અને મનમાં અનેક પ્રકારની કામનાઓ-ઈચ્છાઓ ભરી હોય, આ માણસ ત્યાગી થઈ સ્વપરનું શું ઉકાળશે ? માણસ પોતે કોણ છે ? પિતાની ફરજ શું છે? કર્તવ્ય અને પ્રાપ્તવ્ય શું છે? તેના શા ઉપાય છે તે સમજવા નથી, ફરજ બજાવી શકતું નથી, અભિમાન ત્યાગી શકતો નથી, તેને બાહ્ય ત્યાગ શા કામને છે? તે ત્યાગ ઊલટે અભિમાન વધારનાર થાય છે. આંતરવાસના ત્યાગી શક્ત ન હોવાથી તે ઉભયભ્રષ્ટ થાય છે. વાસનાને ત્યાગ-સર્વ ઈચ્છાઓને ત્યાગ એ જ ઉત્તમ ત્યાગ છે. આ ત્યાગવાળાનું જ અંતઃકરણ શુદ્ધ હોય છે અને તે જ આગળ શાંતિના માર્ગમાં જવાને અધિકારી છે. ઊંડા હૃદયમાંથી જ્યાં સુધી ત્યાગ ન થાય ત્યાં સુધી તે ત્યાગ જ ઊલટે ફસાવનાર થાય છે.
આવા વિશુદ્ધ મનવાળા પ્રાણાયામાદિ ક્રિયા કર્યા વિના પણ તે ફળ મેળવી શકે છે.
પ્રાણાયામથી શરીરને કલેશ થાય છે. નિયમપૂર્વક તે કરવામાં નથી આવતે, તો ઘણી વખતે રોગ પણ ઉત્પન્ન થવાનો ભય રહે છે. આ કારણથી જૈનાચાર્યોએ પ્રાણાયામ તરફ વધારે લક્ષ આપ્યું નથી, પણ મોક્ષના બીજરૂપ જે કારણે છે, તેમાં રાજયોગને મુખ્ય સ્થાન આપ્યું છે. જડ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org