SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૬ ] ધ્યાનદીપિકા મૂળ પાસે ઉપર રાખવે. બંને હાથ ચત્તા પગ ઉપર રાખવા તે પદ્માસન કહેવાય છે. દષ્ટિ નાસિકાના અગ્રભાગ પર રાખવી. આસનો ઘણાં છે તથાપિ આ બે આસને રોગમાં મુખ્ય ઉપયોગી તરીકે ગણવામાં આવે છે. અથવા સામાન્ય રીતે બેસીને કે ઊભા રહીને કાર્ય ત્સગ મુદ્રામાં રહેવું. (ઊભા રહીને પગના આગળના ભાગમાં બે પગ વચ્ચે ચાર આંગળ માર્ગ રાખ. પગના પાછળના ભાગમાં ત્રણ આંગળ માગ રાખી હાથ લટકતા રાખી સીધા ઊભા રહેવું. નેત્ર નાસિકાના અગ્રભાગ પર રાખવાં અને કાયોત્સર્ગ, અથવા કાઉસગ મુદ્રા કહે છે.) લાંબા વખત સુધી સ્થિર બેસી કે ઊભા રહી શકાય તેને આસન કહે વામાં આવે છે. ટાઢ, તાપ આદિ સહન કરવાનું બળ આસન સ્થિર થયાથી આવે છે. ધ્યાનમાં સ્થિરતા વધે છે. જેમ જેમ શરીરની નિશ્ચળતા, તેમ તેમ મન પણ ઓછું ચપળતાવાળું થતું જાય છે. પગ દુઃખી આવવાથી શરીર અકડાઈ જવાથી અથવા કેડ કે વાંસાને ભાગ દુઃખવાથી કે ફાટવાથી સ્થિર થયેલું ધ્યાન વિખરાઈ જાય છે. આ સર્વ ન થાય તે માટે આસનસ્થિરતાની જરૂરિયાત છે. શરૂઆતમાં આસન સ્થિર કરવાની જરૂરિયાત વિશેષ છે. જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી આસનાદિની કોઈ જરૂર રહેતી નથી. પછી તે હાલતાં ચાલતાં, સૂતાં બેસતાં સર્વ સ્થળે તેનું ધ્યાન બન્યું રહે છે. આત્મ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy