________________
[ ૨૧૦ ]
ધ્યાનદીપિકા
ત્રતા છે. અભ્યાસીઓએ નિરંતર આવી પવિત્રતામાં વધારે કરતા રહેવું જોઈએ.
સંતોષ મા ઉપર કે કમ ઉપર વિશ્વાસ રાખનારા શ્રદ્ધાળુ લોકોને પિતાના ઉદરનિર્વાહ કે વ્યવહારના નિર્વાહ માટે પૂર્ણ ભસે હોય છે અને સંતોષ પણ તેઓને જ આવી શકે છે. પૂર્વ કર્મના પ્રમાણમાં પ્રારબ્ધ યેગે જે આવી મળે. તેમાં સંતેષ માન. માણસ જાત ગમે તેટલી ઈચ્છા કરે પણ પ્રારબ્ધથી અધિક મળતું નથી, અને પ્રારબ્ધમાં હેય છે તે કઈ લઈ જતું નથી. ન હોય તે કઈ આપી દેતું નથી. આ જન્મ થયા પહેલાં પ્રારબ્ધ બંધાઈ જાય છે અને ધીમે ધીમે તે બહાર નીકળતું આવે છે. માટે પોતાના કર્મ ઉપર વિશ્વાસ રાખી પ્રયત્ન કરવો અને તેથી જે આવી મળે તેમાં સંતોષ માન. કર્યા સિવાય કાંઈ આવતું કે મળતું નથી એટલે પ્રયત્નની જરૂર તે છે જ, પણ જરૂરિયાત જેટલી જ. સંતેષ આવતાં ઈચ્છાઓ ઓછી થાય છે, મનની વિહુવળતરા મટે છે, હૃદય વિશુદ્ધ થતું ચાલે છે, આ રૌદ્રધ્યાન થતું નથી. છતાં વ્યાવહારિક પ્રસંગમાં સંતોષની જેટલી જરૂર છે તેટલી કે તેથી અધિક આત્મસ્વરૂપે પ્રગટ કરવા માટે અસંતોષ વધારવાની જરૂર છે. અર્થાત્ તેને માટે પ્રયત્નની પૂર્ણ જરૂર છે, નિરંતર ઉત્સાહ અને લાગણીપૂર્વક તે અભ્યાસ વધારતા જ રહેવું.
મનની શુદ્ધિ માટે તપની પણ જરૂર છે. નિકાચિત કર્મો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org