________________
[ ૧૮ ]
ધ્યાનદીપિકા
આત્માના મૂલ સત્તાસ્વરૂરૂપ તરફ સર્વની દૃષ્ટિ થાય અથવા સર્વ જીવોમાં રહેલ સત્તાસ્વરૂપ તરફ લક્ષ થાય તે સહજ પ્રાપ્ત થાય છે. વિકલ્પ રહેતા નથી. આત્માના સ્વરૂપ સાથે અભેદતા થઈ રહે છે. આ જ સમભાવ છે. આ સમભાવ વાળે જ મોક્ષ પામે છે. બીજાને મેક્ષ પ્રાપ્તિને અધિકાર જ નથી.
અષ્ટક) શ્રીમદ્દ યશોવિજયજી विकल्पविषयोत्तीर्णः स्वभावालंबनः सदा । ज्ञानस्य परिपाको यः स शमः परिकीर्तितः । १॥ अनिच्छन् कर्मवैषम्यं ब्रह्मांशेन समं जगत् । आत्माभेदेन यः पश्येदसौ मोक्षंगमी शमी ॥२॥
સમભાવથી સમ્યક્દષ્ટિ થાય છે અને તેથી આવતાં કર્મ અટકી જાય છે, તથા પૂર્વકની નિજરે થાય છે. કર્મનાં આવરણો આત્માની આડેથી ખરી પડે છે-સમભાવના તાપથી પીગળી જાય છે.
વિચારવાનો! તમે વિચાર કરી દેશે તે જરૂર તમને ખાતરી થશે કે તમારા મનમાં જે જે સંકલ્પવિકલ્પ ઊઠે છે તે બહારના સજીવ કે નિર્જીવ પદાર્થની રાગદ્વેષવાળી જે છાપ તમારા અંતઃકરણમાં પડી છે તેનું જ પરિણામ છે. જેવું આલંબન સામું રાખશે તેવી જ છાપ-તેવું જ પ્રતિબિંબ તમારા હૃદયમાં પડશે. સામાને તમે જેટલે દરજે હલકે માનશે તેને જોતાં તમારું મન તેવા જ હલકા આકારે પરિણમશે. તમારો ઉપયોગ તેવા આકારે પરિણમ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org