________________
ધ્યાનદીપિકા
[ ૧૭૫ ]
સાજનું નિમિત્ત મળતાં દઢ સંસ્કારરૂપ થયેલા હોવાથી મરણ કરતાંની સાથે જ હાજર થાય છે અને પોતાને કરવા લાયક હિંસાદિ કાર્ય માં તત્કાળ જોડાઈ જાય છે. મતલબ કે ૌદ્રધ્યાન તત્કાલ ઉત્પન્ન કરે છે.
કુશીલ–ખરાબ આચરવિચારવાળા, અથવા વ્યભિચારી, પરસ્ત્રીલંપટ, પરપુરુષ લંપટ સ્વી વિગેરે જીઃ આ રવભાવવાળા જીવોમાં પણ રૌદ્રધ્યાન નિવાસ કરીને રહે છે.
વ્યભિચારી છે પોતાની ઈચ્છા તૃપ્ત કરવા માટે નિરંતર આથડ્યા કરે છે, વિચારો કર્યા કરે છે અને અવસર શોધતા રહે છે. તેમના આ કામમાં ખલેલ પહોંચાડનાર ઘણા હોય છે. તેમની ઇચ્છાના તોષની આડે આવનાર માણસે તરફ તેઓ ક્રૂર દષ્ટિથી જુએ છે. તેમના તરફ છેષ રાખે છે-ઈર્ષ્યા કરે છે. છતાં પણ જે તેઓ વિદન કરતા રહે તે પછી જે પોતાનું જોર ચાલતું હોય તે રૌદ્ર પરિણામે ઘાત કરવા પણ ચૂકતા નથી, અથવા તે સીને માલિક કે સબંધી આ વ્યભિચારીના પ્રાણ લેવા સુધી પણ પ્રયત્ન કરે છે અને તે દ્વારા પણ રૌદ્રધ્યાન થવા સંભવ છે. અથવા પિતાની લાજ આબરૂ જવાના કારણથી લોકાપવાદના ભયથી પણ રૌદ્ર પરિણામે પિતાને પ્રાણનો ઘાત કરવા પણ ચૂકતા નથી. ઈત્યાદિ કારણોથી પણ આ કુશીલતા રૌદ્રધ્યાનનું કારણ બને છે. - નાસ્તિકમાં રૌદ્રધ્યાનનો નિવાસ છે. ધર્માધર્મને નહિ માનનાર તથા પરલોકની ગતિ આ-ગતિને ઈન્કાર કરનાર છે નાસ્તિક કહેવાય છે. તેઓ એમ માને છે કે “આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org