________________
ધ્યાનદીપિકા
[ ૧૬પ ]
ગુણોનું સ્થાન તે ગુણસ્થાન યા ગુણઠાણું. તદ્દન અંધારી ગાઢ કાલી રાત્રી જેવી, અજ્ઞાનતાવાળી નિગોદ અવસ્થામાંથી (અવ્યવહાર રાશિમાંથી) વ્યવહાર રાશિમાં આવવું થાય, સૂક્ષ્મ શરીર ધારણ કરવામાંથી કાંઈક સ્થૂળ શરીર ધારણ કરવાપણું હોય, ઓઘ સંજ્ઞાએ પણ ધર્મ જેવી વસ્તુ તરફ લાગણી હોય, પછી ભલે ને તે અધર્મ હોય, તથાપિ કાંઈક સારી આશાથી ધર્મ તરફ વલણ થયેલું હોય ઈત્યાદિ જરાતરા એધ સંજ્ઞાએ પણ (ખરી સમજ ન પડે તેવી રીતે પણ) તેટલો ગુણ પ્રકટ થયેલ હોય તેને પ્રથમ ગુણસ્થાન (શરૂઆતને ગુણ) કહે છે. આ ગુણ આગળ આગળની ભૂમિકામાં વિકાસ પામતે જાય છે. ચોથું ગુણઠાણું-ચેથી ભૂમિકામાં આત્માને આમાપણે જાણવારૂપે સમ્યકજ્ઞાન થાય છે, જડતન્યનું ભિન્ન ભિન્ન જ્ઞાન થાય છે તેને વિવેકજ્ઞાન પણ કહે છે. આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ અહીં પ્રગટ થતું નથી છતાં છેડે અંશે પણ શુદ્ધતાની શરૂઆત આ ભૂમિકામાં થાય છે. એટલે અંશે સ્વસંવેદનગુણ અનુભવરૂપે અહીં પ્રગટ થાય છે, તથાપિ મોટે ભાગે જાણવા સહવા (શ્રદ્ધા) રૂપે હોય છે, જે તેરમાં ગુણસ્થાને પૂર્ણ પ્રગટ થાય છે.
આ ચોથા ગુણસ્થાનકવાળા સમ્યફદષ્ટિ જી કહેવાય છે, છતાં તેઓ અવિરતિ હોય છે. અવિરતિ એટલે વ્રતનિયમો ન કરવા.
ઇચ્છાઓ અનંત છે. તે ઈચ્છાઓને અમુક રીતે મર્યાદામાં રાખવી. ઈચ્છાઓને નિરોધ કરે, છેડે અંશે પણ ઈચ્છાઓને કાબૂમાં રાખવી તે વિરતિ કહેવાય છે. આત્માનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org