________________ ધ્યાનદીપિકા [ 147 ] નહિ કરવા યોગ્ય વિચારો કર્યા હશે. આ વિચારોની પાચન શક્તિપર અસર થઈ તેમાંથી રોગો ઉત્પન્ન થાય છે માટે પિતાની ભૂલો સુધારવી એ જ આપણું કર્તવ્ય છે. ભૂલ ન સુધારવી અને કેવળ આત્તવિચારે જ કર્યા કરવા, તે વિચારથી તે રોગો ચાલ્યા જતા નથી, પણ તેમાં જ દઢ ધ્યાન કે અધ્યવસાયથી-દેહાધ્યાસ, દેહમમત્વ મજબૂત થાય છે. તેવા અધ્યવસાયથી કર્મબંધ વધારે થાય છે. મતલબ કે આર્તધ્યાન ન થાય તેવી રીતે રોગને સહન કરે. યથા યોગ્ય ઉપચાર કરતા રહેવું. તેમ છતાં ન મટે તે સમભાવે સહન કરવું. પણ હાયવાળી, વિહવળતા થવા ન દેવી. બીજી રીતે વિચાર કરીએ તે રોગ એ આપણી ભૂલની શિક્ષા છે, ભવિષ્યમાં વધારે મોટા રોગો ન થવાની એ ચેતવણી છે, અથવા શરીર સુધારવાનું સાધન છે. અર્થાત્ તે રોગ આપણા ભલાને માટે થયેલ છે. ખાવા, પીવા, હરવા, ફરવાદિમાં સાવચેતી ન રાખવાથી થયેલી ભૂલને બદલો મળ જોઈએ અને તે બદલે જ આ રોગ છે. આ બદલે મળ્યાથી માણસ વિચાર કરશે કે આ રેગ શા કારણથી થયે? વિચારવાન તે કારણે શેધી કાઢશે અને ફરીને રોગ ન આવવા બદલ તે ભૂલ કરતાં અટકશે. ભવિષ્યમાં મોટા રોગો ન થાય તે માટે રોગ એ ચેતવણી છે. આ નાના રોગો થતાં જ, એટલે સહેજસાજ માથું કે પેટ દુઃખવું ઈત્યાદિથી ચેતી જઈને માણસ એકાદ જુલાબ કે તે જ ઉપાય કરી લે છે તે રેગ આગળ વધતો ત્યાં જ અટકી જાય છે. અને ડેઘણે હેય તે તે ઉપાયથી નાબૂદ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org