________________ ધ્યાનદીપિકા [ 145 ] રેગા ત્રીજું આધ્યાન अल्पानामपिरोगाणां मा भूत्स्वप्नेऽपि संगमः / ममेति या नृणां चिंतां स्यादातं तत् तृतीयकम् // 76 / / થોડા પણ રેગોને મને સ્વમવિષે પણ સમાગમ ન થાઓ એ પ્રમાણે મનુષ્યને જે ચિંતા થાય છે તે ત્રીજું આર્તધ્યાન છે. ભાવાર્થ :–અનિષ્ટ સંયોગમાં આ ત્રીજા ભેદનો સમાવેશ થાય છે. તથાપિ મનુષ્યજીવનથી બધી ચિંતાઓમાં દેહની ચિંતા-દેહ ઉપરનું મમત્વ એ ચિંતા મોટામાં મોટી છે. તેથી બીજી સામાન્ય ચિંતાની બરાબરીમાં એટલે એક બાજુ બીજી સર્વ ચિંતા અને એક બાજુ દેહરક્ષણની ચિંતા એ સરખી છે, અથવા તેથી પણ અધિક ચિંતા છે તે બતાવવા ખાતર આ ભેદ જુદો ગણવામાં આવ્યો છે. મનુષ્યો કે સામાન્ય રીતે બધા જ પિતાના દેહના રક્ષણ માટે બીજી બધી વસ્તુને જતી કરીને પણ દેહનો બચાવ કરે છે. વહાલામાં વહાલી ચીજોને પણ દેહરક્ષણ અર્થે ત્યાગ કરે છે. એ ઉપરથી સમજી શકાય છે કે દેહ ઉપર મનુષ્યને કેટલું બધું મમત્વ છે? આથી એમ કહેવાનો આશય નથી કે દેહનું રક્ષણ ન કરતાં તેને પાડી નાખવું. દેહ એ ધર્મનું સાધન છે. પણ તેના ઉપર એટલું બધું મમત્વ કરવાનું નથી કે અહોનિશ તેનું રક્ષણ કર્યા જ કરવું રાતદિવસ તેની જ ચિંતા કર્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org