SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૧૧૧ ] માનવ જિંદગી મળવી દુર્લભ છે. અનેક જિંદગીઓના પરિજમણ પછી ઘણે કાળે, અને કોઈ જ વાર સર્વ સાધનસંપન્ન આ જિંદગી મળી છે. તેમાં પણ ધમ–આત્મસ્વભાવ-પ્રગટ કરવામાં મદદગાર આર્યદેશ, ઉત્તમ કુળ, નીરોગી શરીર, તીખુદ્ધિ, લાંબુ આયુષ્ય, સત્સમાગમ અને સ્વરૂપ પ્રગટ કરવાની ઈચ્છા એ ઉત્તરોત્તર દુર્લભ છે. આ સ્થિતિ પામ્યા પછી તત્વ સ્વરૂપ જાણવું પામવું, એ વધારે દુર્લભ ન ગણાય, છતાં તેવી સ્થિતિ પામ્યા છતાં પણ સમ્યક્દષ્ટિ અને તત્વજ્ઞાન જેવી અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થવી તે ઘણી જ દુલભ છે એવી સ્થિતિમાંથી પતિત પણ થઈ જવાય છે. એ અનુકૂળ સંયોગો ઘણી વાર નિષ્ફળ નીવડે છે એમ જ્ઞાની પુરુષોએ ઘણીવાર જોયેલું છે માટે આપણને તેઓ વારંવાર ચેતાવે છે. મહાનુભાવો! જાગો ! ઊઠે! પ્રયત્ન કરો, નહિતર વખત ગયા પછી પશ્ચાત્તાપ નકામે છે. આ પ્રમાણે સમભાવ લાવવા માટે-રાગદ્વેષની પરિણતિ હઠાવવા માટે આ બાર ભાવનાથી અંતઃકરણને વારંવાર વાસિત કરવું. આ બાર ભાવના સંબંધી વિચાર કરશે તે જ જણાશે કે તે ભાવનાઓ પાપરૂપ મળ કે મલિન વાસનારૂપ મળ સાફ કરવા માટે જુલાબની ગરજ સારે છે. - શાસ્ત્રકાર આગળ વધીને એટલું પણ કહે છે કે આ ભાવનાઓ તે રસાયણ છે. ધ્યાનરૂપ શરીરને પિષણ આપવાને ખરેખર રસાયણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy