________________
[ ૧૦૪ ]
ધ્યાનદીપિકા
અભિમાન રહિત થવું–અહંવૃત્તિને નાશ સાધવે. ૨
હદય કમળ, સરલ, માયારહિત રાખવું–છળ પ્રપંચા દિને હૃદયથી રજા આપવી. ૩
જે મળે તેમાં સંતોષ માનવો–સંતોષમય જીવન ગુજારવું. ૪
બાહ્ય અત્યંતર તપ કરવું–ઈચ્છાનો નાશ સાથેઈચ્છા રહિત થવું. ૫
મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરે–સંયમ સાધો. ૬ | પ્રિય, પથ્ય, સત્ય અને હિતકારી બોલવું-સત્ય શોધવું. સત્ય સ્વરૂપ થવું. ૭
મન, વચન, શરીરને અશુભ સંકલ્પ, અશુભ ઉચ્ચાર અને અશુભ–વિરુદ્ધ-આચરણથી અળગાં રાખવાં અને શુભ સંક૯૫, શુભઉચ્ચાર અને શુભઆચરણથી પવિત્ર રાખવાં. ૮
નવ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું–આત્મજ્ઞાનમાં-બ્રહ્મમાં રમણતા કરવી. ૯
સર્વ પરિગ્રહનો ત્યાગ કરે, શુભાશુભ કર્મો ઉપરથી પણ મમત્વ કાઢી નાખી આત્મસ્વરૂપે થઈ રહેવું. ૧૦
આ દસ પ્રકારે ધમ છે.
આ ધર્મ જગતને પવિત્ર કરનાર છે, શાન્તિ આપનાર છે, સ્વર્ગના ઈચ્છકને સ્વર્ગસુખ પણ આપનાર છે. ઈચ્છાપૂર્વક ધર્મનું સેવન કરવાથી સ્વર્ગાદિ પ્રાપ્તિ થાય છે અને મોક્ષના ઈચ્છકને મોક્ષ પણ આપનાર છે. આ પવિત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org