________________
[ ૯૦ ]
ધ્યાનદીપિકા
જે કર્મ ઘણા લાંબા વખતે ઉદયમાં આવવાનું હોય છે તેને ફળના પાકની માફક પુરુષાર્થ કરીને ઘણું દુકા વખતમાં ભોગવવું, તે પુરુષાર્થ સાધ્ય કર્મફળ વિપાક કહેવાય છે, મતલબ કે જે કમ સત્તામાં પડેલું છે, ઉદય આવવાને હજી વધારે વખત આડે છે તે વખતે મહાપ્રયત્નવાન જ્ઞાની પુરુષ તે કર્મફળના ઉદયની વાટ જોવા ન બેસતાં, સત્તામાં રહેલ કમને ઉદીરણું કરી ઉદય લાવી કર્મફળ ભેગવી લઈ નવીન કર્મ ન બંધાય તેની જાગૃતિ રાખી સર્વ કર્મને નાશ કરી નાખે છે તે પુરુષાર્થ સાધ્ય કર્મફળપાક કહેવાય છે.
વિચાર કરતાં આમ સમજાય છે કે જે કર્મ પોતાની મેળે જ પાકીને ફળ આપે છે તેનું ફળ વધારે જોરવાળું હોય છે. દાખલા તરીકે આપણે પૂર્વે કર્મ સંચિત કરેલું હેય તેવું ફળ જે આપણે આપણી પોતાની જાતે કાયાને કષ્ટ આપી વિચારપૂર્વક મહાવતે પાળી કે તપશ્ચર્યા કરીને ભોગવીએ છીએ તે તેની અસર વિશેષ દુઃખદાતા થતી નથી પરંતુ જે તે કર્મને સ્વભાવિક-કાળે જ પાકવા દઈ તેનું પરિણામ સહન કરવા ધારે તે તે ફળ અનિચ્છાએ આવેલ હોવાથી મનુષ્યને વિશેષ દુઃખરૂપ લાગે છે. મતલબ કે કુદરતી દુઃખ જે પ્રાપ્ત થાય છે તે તે તેનો અંત આવે ત્યારે જ દૂર થઈ શકે છે અને તે બરોબર પરિપકવ થયા પછી જ આવે છે, જેથી તેની અસર ઘણી સખત થાય છે. માટે પ્રયત્ન કરી કર્મફળને વેળાસર જાગૃતિપૂર્વક પકાવીને સ્વેચ્છાથી જ પરિણામ સહન કરવું તે ઉત્તમ છે.
પહેલું કારણ અને પછી કાર્ય. આ વ્યવહાર ઘણે સ્થળે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org