________________
ધ્યાનદીપિકા
[ ૮૭ ]
હોય કે ગૃહસ્થ હેય-તેમને સકામ નિર્જરા થાય છે. આ ઉપરથી એ નિશ્ચય કરવાનો છે કે જેને સમ્યક્દષ્ટિ પ્રાપ્ત થઈ છે તેવા સમ્ભવવાન જીવને સકામ નિર્જરા હોય છે. તે સિવાયનાને અકામ નિર્જર હોય છે.
અનિચ્છાએ આત્મજાગૃતિ વિના સ્વાભાવિક રીતે ઉદય આવી કર્મ ઓછાં થાય છે તે અકામ નિર્જરા છે. તે જીવની ભાવી ઈચ્છા નથી હોતી કે સત્તામાં મારે કર્મ પડ્યાં હોય તે બહાર લાવું કે બહાર આવી સર્વથા નાશ પામે અને હું મુક્ત થાઉં.
અકામ નિર્જરા ઝાડની ડાળાં પાંખડાં કાપવા જેવી છે. મૂળ જમીનમાં કાયમ હોવાથી તે કાપેલા ડાળાં પાંખડાં પાછા પલવિત થવાના જ. તેવી જ રીતે અસમ્યક્દષ્ટિમાં અજ્ઞાન દશાને લઈને ઉત્પન્ન થતા રાગદ્વેષ મહાદિના બીજ સત્તામાં હોવાથી તેમાંથી વારંવાર નવીન કર્મ થવાના જ.
સમ્યક્દષ્ટિ જેને જ્ઞાનદશા જાગ્રત થયેલી હોવાથી કામ નિર્જરા હોય છે. આ નિર્જરા ઝાડના મૂળિયાં ઉખેડી નાખવા જેવી છે. મૂળ નાશ પામતાં તેમાંથી ફરી અંકુરો ઉત્પન્ન થવાની શક્તિ નાશ પામે છે, તેમ જ્ઞાનદષ્ટિ જાગ્રત થવા પછીથી કરાતી ક્રિયા નવીન ફળ આપનારી થતી નથી એટલું જ નહિ પણ પૂર્વકર્મને નાશ કરવાવાળી પણ થાય છે. જ્ઞાની પૂર્વકના ધક્કાથી ચાલે છે. પૂર્વ સંચિત કર્મના ઉદય અનુસાર દુનિયામાં પ્રવૃત્તિ કરે છે. તે ધક્કો બંધ થતાં તેની ક્રિયા અટકી જાય છે. અજ્ઞાની નવે ધક્કો આપે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org