________________
હે પ્રભુ,
મારા પુત્રને એવો બનાવજે કે જ્યારે એના સામર્થ્યની જરૂર હોય, ત્યારે એ સ્વાર્થ ન સાધે. મારો પુત્ર તમને જાણે એને એ વાતની પ્રતીતિ થાય, કે પૂર્ણ જ્ઞાન સુધી લઈ જતી સીડીનું પહેલું સોપાન તે પોતાની જાતનું જ્ઞાન છે.
હે ભગવાન! આરામ અને અનુકૂળતાના ફૂલો પથરાયા હોય એવા રસ્તે એને ન મોકલતાં એને પડકાર, સંઘર્ષ અને કઠિનાઈના કંટકોવાળા રસ્તે ચાલતા શીખવજો એ રસ્તા પર આંધીને તોફાન આવે, ત્યારે એ સ્થિર રહેતા શીખે, અને આ વાવાઝોડામાં જેઓ ધરાશાયી બન્યા હોય એમના પ્રત્યે એની કરૂણાનો સ્ત્રોત વહે.
IB EોરFE
nternational
For Personal & Private Use Only
www.jainer
(૧