________________
તારી આંખો અત્યંત મનોહર હશે તે આંખો નિર્મળ અને નિર્વિકારી હશે તે આંખોનું નૂર અનુપમ હશે
તારૂ લલાટ તેજસ્વી હશે તારો ભાલ પ્રદેશ ભવ્ય હશે તારા ગાલ ગોર મનોહર હશે તારા હોઠ પરવાળા જેવા શોભતા હશે
તારા બાહય અંતરંગ તમામ અવયવો સંપૂર્ણ તંદુરસ્ત હશે તારૂ ચિત્ત ચંચલતા રહિત અને નિર્મળ હશે તારૂ હૃદય અત્યંત સરળ હશે તારૂ હૃદય અત્યંત ઉદાર હશે તારૂ હૃદય અત્યંત નિર્મળ હશે
મારી કુખે અવતરનાર હે દિવ્યાત્મા ! તું પ્રભુ વીરનો અનુયાયી બનજે તુ ચંદ્ર જેવો સોમ્ય પ્રકૃતિવાળો બનજે તું સુર્ય જેવો તેજસ્વી બનજે મેરૂ જેવો અડગ મન વાળો થજે સાગર જેવો ગંભીર બનજે ધરતી જેવો સહીષ્ણુ બનજે
સંસ્કાર શક્તિ
Jain
International
For Personal & Private Use Only
ww
૭છે