SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ બાળકનો ૨ માસા[માસિક વિકાસ પ્રથમ માસ : પ્રથમ માસમાં ગર્ભ કલલ અર્થાત્ શર્દી જેવા દ્રવ સ્વરૂપમાં રહે છે. ગર્ભાધાન વખતે કરોડો શુક્રાણુઓ પ્રવેશ કરે છે, પણ જે શુક્ર શ્રેષ્ઠ અને સર્વથી સ્વસ્થ હોય તે જ સ્ત્રી બીજને મળે છે અને તે ક્ષણથી ગર્ભાધાનની પ્રક્રિયા ચાલુ થાય છે. તે બીજનું પ્રમાણ એક ઇંચના ૧૭૫માં ભાગનું હોય છે જે એક દિવસે વિકસીને બે કરોડ ગણો વજનદાર માનવ દેહ બને છે ખરેખર આ એક અદ્ભુત અને વિસ્મયકારક પ્રક્રિયા છે. | જીવાત્મા એક શરીરને છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તેની એ બે ક્રિયા એક સાથે થાય છે અને કોઈ પણ શરીરમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે તેને પુરુષના વીર્યનો, સ્ત્રીરજ આર્તવનો, વાયુ આકાશ આદિ પંચમહાભૂતનો અને મનનો તથા બુદ્ધિનો સંયોગ અવશ્ય થાય છે. એટલે કે તે બધાના સંયોગ વિના તેની બીજા શરીરમાં ઉત્પત્તિ સંભવતી જ નથી. પૂર્વજન્મકૃત ફલભોગ અનુસાર તેને જુદી જુદી અનેક યોનિમાં ઉત્પન્ન થવાનું હોય છે. 1st Week : ગર્ભધારણા માસિકના સોળથી અઢાર દિવસ સુધી થઈ શકે છે. 2nd Week : 4340g 244 zilelgilzi 410L Fallopian tube માં થાય છે તે અવસ્થાને zygote કહેવામાં આવે છે. આ zygote માં 46 chromosome હોય છે. 23 chromosome પુરુષમાંથી અને 23 chromosome સ્ત્રીમાંથી આવે છે. આ chromosome બાળકની જાતિ નક્કી કરે છે. તેમ જ વંશાનુગત લક્ષણો દાખવે છે. ઉદા. આંખનો રંગ, વાળનો રંગ, ઊંચાઈ, મુખાકૃતિ વિ. આ સિવાય બાળકની બુદ્ધિમત્તા અને વ્યક્તિત્વનો નિર્ણય પણ થાય છે થોડા સમય પછી zygote fallopian tube માંથી ધીમે ધીમે ગર્ભાશયમાં આવે છે. આ સમયે તે દ્રાક્ષના ઝુમખા જેવું પ્રતીત થાય છે. અંદરના કોષોથી ગર્ભનો વિકાસ થાય છે અને બહારના કોષો દ્વારા તેનું રક્ષણ અને પોષણ થાય છે. Bucation International For Personal & Private Use Only www.jaink VUV
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy