SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 3rd & 4th Week : ત્રીજા અને ચોથા અઠવાડિયાના અંત સુધીમાં pegnancy test + ve આવી શકે છે. ચોથા અઠવાડિયાથી ગર્ભનું brain, spinal chord, heart અને બીજા અવયવો બનવાનું શરૂ થઈ જાય છે. આ અઠવાડિયામાં ગર્ભના ત્રણ સ્તર બને છે. સૌથી બહારના સ્તરમાંથી nervous system bones, muscle, kidney reproductive organ નિર્માણ થાય છે. સૌથી અંદરના સ્તરમાંથી ગર્ભના ફેફસા, આંતરડા તેમ જ મૂત્રાશયનું નિર્માણ થાય છે. દ્વિતીય માસ ઃ આ મહિનામાં કલલ અવસ્થાથી તે ધન સ્વરૂપમાં પરિવર્તન પામે છે. ગર્ભનો આકાર પિંડ જેવો થાય છે. આ અવસ્થાને ભ્રુણ કહેવામાં આવે છે. ચહેરા ઉપર નાક, શરીર પર હાથ પગ અને આંગળીઓના આકાર પણ બને છે. ગરદનની લંબાઈ પણ આ મહિનામાં વધે છે. મોં, હોઠ, નાક, કાન, જનનેન્દ્રિયના આકાર બને છે. છઠ્ઠા અઠવાડિયામાં બાળકની રક્તવહનસંસ્થાન ધીમે ધીમે આકાર લેવાનું શરૂ કરે છે. હૃદય પણ ધીમે ધીમે ધબકવાનું શરૂ કરે છે, પરંતુ તે એકદમ પ્રાથમિક અવસ્થામાં હોય છે તેથી ધબકારા સાંભળી શકાતા નથી, પણ ultra sound examination માં તે સાંભળી શકાય છે. ગર્ભમાં રક્તવહન સંસ્થાન બાકીની બધી જ સંસ્થાનોમાંની સૌથી પ્રથમ નિર્માણ થનારી અવસ્થા છે. તૃતીય માસ ઃ આ માસમાં અવયવો અસ્તિત્વમાં આવે છે. હાથ, પગ અને શિર વ્યક્ત થાય છે. આ ઉપરાંત હડપચી, નાક, હોઠ, કાન, આંગળી આદિપ્રત્યંગ દેખાય છે. ચતુર્થ માસ ઃ આ માસમાં બધા જ અંગ વ્યક્ત થઈ જાય છે. ગર્ભનું હૃદય પણ વ્યક્ત થાય છે. તેમ જ હૃદયમાં આશ્રિત ચેતનાધાતુ એટલે કે મનની અભિવ્યક્તિ થાય છે. જેનાથી ઇન્દ્રિયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધને ગ્રહણ કરવા માટે સમર્થ થાય છે. આમ ગર્ભિણીમાં આ સમયે બે હ્રદયની સ્થિતિ હોવાને કારણે તે દોદિની કહેવામાં આવે છે. આ કાળમાં ગર્ભનું હૃદય વ્યક્ત થવાથી તેને સ્થિરત્વ પ્રાપ્ત થાય છે. આચાર્ય હારિતાનુસાર ગર્ભના શરીર પર લોમ પ્રાદુર્ભાવ થાય છે એટલે on International For Personal & Private Use Only www.jainelibrary org ૬૦ ક
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy