________________
વિચાર
: દંપતિનો મનોવ્યાપાર- મનના સંકલ્પની અસર બાળકના મન પર પણ થાય છે તેથી માતાના મનમાં જે કાંઈ ખરાબ કે સારા વિચારો થાય તેની સીધી અસર બાળકના મન પર થાય છે અને તેથી જ સન્નારીઓએ સત્કૃત્યોની ઇચ્છા રાખવી કે જેથી ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય. જેવા માતાના વિચાર તેવા બાળકના વિચાર અને જેવા વિચાર તેવા આચાર માટે ચિંતા, શોક, ભય, ક્રોધનો ત્યાગ કરીને પુત્ર કે પુત્રી જ રહેશે તેવો દૃઢ સંકલ્પ કરે તો તેનું પરિણામ મળ્યા વિના ન રહે. ગર્ભધારણાના દિવસોમાં સુંદર બાળકો, મહાપુરુષો, વીરપુરુષો કે સંસ્કારી પૂર્વજોનું ચિંતન કરવું, તેવા ચિત્રો જોવા, તેવા ચિત્રો શયનખંડમાં રાખવા તથા તેવા પુરુષવર્ગના સંપર્કમાં રહેવું. આનાથી ધારણા મુજબ શ્રેષ્ઠ ઉત્તમ અને ઇચ્છિત સંતાન અવશ્ય થાય છે.
AB El-THE
nternational
For Personal & Private Use Only
www.jainelor
જ