________________
દૈવી પરિબળો
Sushma
45280935 વાર, તિથિ, ચોઘડિયું, નક્ષત્રો વિ. જ્યોતિષ વિદ્યાનો સહારો, ગુરુપૂજા, સાધુપૂજા, આશીર્વાદ, વરદાન, શ્રદ્ધા, દૃઢ સંકલ્પ, બાધા આખડી, વ્રતો, નિયમો વિ. પણ આ બાબતમાં મનોવિજ્ઞાન, જ્યોતિષ, આધ્યાત્મશક્તિ, પ્રભાવ વિ. સ્વરૂપે પરિણામદાયી બનવામાં મદદગાર થઈ શકે છે. કર્મફળ, નસીબ, ઋણાનુબંધ વિ. સૂક્ષ્મ પરિબળોને પણ આ બાબતે સાવ અવગણી શકાય તેમ નથી.
સમાગમ સમયે રવિ, શનિ, મંગળ, રાહુ અને કેતુ ત્રીજે, છઠે અથવા અગ્યારમે સ્થાને હોય. બુધ, ગુરુ, શુક્ર ને ચંદ્ર પહેલે, ચોથે, સાતમે, દસમે અથવા પાંચમે કે નવમે સ્થાને હોય અને ચંદ્રમા શુભ ગ્રહોના યોગમાં હોય તો પુત્ર થાય છે અને તેથી વિપરિત હોય તો પુત્રી થાય છે.
જાતિમાં કે પ્રત્યેક જન્મમાં પ્રાણીના સ્વભાવથી જ આકૃતિનો ભેદ બને છે. એટલે કે જુદી જુદી આકૃતિ બનવામાં પ્રાણીનો સ્વભાવ જ કારણ હોય છે. આ સૃષ્ટિમાં એક ગાય કે બળદ બીજી ગાય કે બળદને જ ઉત્પન્ન કરે છે. જેમ એક ઘોડી બીજા ઘોડાને જ ઉત્પન્ન કરે છે તેમ એક મનુષ્ય બીજા મનુષ્યને જ ઉત્પન્ન કરે છે. આમ સ્ત્રી અને પુરૂષ સ્વભાવથી કે પોતાના કર્મના પરિણામ કે ફળભોગના કારણે પ્રજાની વૃદ્ધિ કરે છે. એવા તે દંપતી પ્રજાને ઉત્પન્ન કરી શકે એવાં નિરોગી હોય તે ધન્યવાદને પાત્ર છે, પરંતુ જો દંપતી એથી વિપરીત સ્થિતિવાળા હોય તો તેઓને તેના રોગ દૂર કરવા ચિકિત્સા કરવી જોઈએ. તે માટે પુરૂષે વિધિ અનુસાર પંચકર્મ કરી મધુ૨ ઔષધોથી સિદ્ધ કરેલા દૂધ તથા ઘીના પ્રયોગથી તે પુરૂષના શરીરને પુષ્ટ કરવો જોઈએ. સ્ત્રીને ઔષધસિદ્ધ તેલનો પ્રયોગ કરી તેમ જ અડદનું સેવન કરાવી પુષ્ટ કરાવવું જોઈએ. આ સિવાય તે દંપતીઓને જે જે પદાર્થો સાત્મ્ય હોય તે પદાર્થો આપવા જોઈએ.
International
For Personal & Private Use Only
www
૪૨
સંસ્કાર શક્તિ