________________
ગર્ભાધાળ યોગ્ય વય
જેમ પુષ્પમાં ફળ તૈયાર થયું ન હોય છતાં અતિશય સૂક્ષ્મ સ્વરૂપે તો રહેલું જ છે, પણ સ્થૂળ રૂપમાં મળી શકતું નથી. જે પ્રમાણે લાકડાંમાં અગ્નિ સૂક્ષ્મ સ્વરૂપે રહેલો છે તે જ પ્રમાણે સ્ત્રી અને પુરુષના વીર્યમાં પણ ગર્ભ સૂક્ષ્મ સ્વરૂપે રહેલો હોઈ અમુક યોગ્ય પરિપક્વ કાળની અપેક્ષા કે જરૂરિયાત ધરાવે છે. તેમ જ પોતાના કર્મફળના ઉદયકાળની પણ અપેક્ષા કે જરૂરિયાત ધરાવે છે કારણકે પુરૂષ અને સ્ત્રી જ્યારે પુખ્ત થાય છે ત્યારે જ તેઓના વીર્યમાં તથા આર્તવમાં ગર્ભની ઉત્પત્તિ કરવાનું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. તેથી જ વિવાહ માટે સામાન્યપણે સ્ત્રીની ઉંમર ૧૮ વર્ષ અને પુરુષની ઉંમર ૨૧ વર્ષ માનવામાં આવે છે.
પહેલાના સમયમાં નાની વયે બાળલગ્ન કરવામાં આવતા તેની પાછળનું પણ રહસ્ય હતું.જ્યારથી લગ્ન થાય ત્યારથી પતિ અને પત્ની ના મનમાં આ મારા પત્ની છે અને આ મારા પતિ છે આ પતિદેવત્વનો ભાવ રહેતો અને તેથી મન ક્યાંય આડુઅવળું કે પરપરૂષ કે પરસ્ત્રીમાં ભટકતું નથી.બાળવયે લગ્ન થયા પછી સ્ત્રી તો પ્રાયઃ પિયરે જ રહેતી અને યોગ્ય વય ન થાય ત્યાં સુધી બન્ને બ્રહ્મચર્યનું પૂર્ણપણે પાલન કરતાં એ દ્રષ્ટિએ જોઇએ અને આજના સ્વચ્છંદાચારને જોઇએ ત્યારે ચોક્કસપણે એમ માનવાનું મન થાય કે પૂર્વઋષિઓએ જે બાળલગ્ન વિ.સામાજીક વ્યવસ્થાઓ ગોઠવી હતી તે સુયોગ્ય જ હતી.આપણી પ્રાચીન સુપરંપરાઓને કુરીવાજો કહીને ફગાવી દીધા તે વિચારણીય છે.
ઉત્તમ પ્રકારનો પાક તૈયાર કરવા માટે ખેડૂત જેમ વરસાદ વરસતા પહેલાં અને બી રોપતા પહેલાં જમીનને ખેડી ખાતર પૂરીને તૈયાર રાખે છે તેમ ઉત્તમ પ્રજાની ઇચ્છાવાળા માતા અને પિતાએ ગર્ભાધાન પહેલાથી કેટલીક તૈયારી કરી રાખવી જોઈએ.પંચકર્મવિ. દ્વારા શરીરની શુધ્ધિ અને પૌષ્ટિક અને સાત્વિક આહાર વિહાર અને આચાર વિચાર તથા સદ્ વાંચન રૂપી ખાતર પુરીને તૈયાર રહેવું જોઇએ.ખાસ કરીને પૂર્વનું અખંડ બ્રહ્મચર્ય પાલન દ્વારા શુધ્ધિ અને પુષ્ટિ બન્ને થાય છે.
સંય શક્તિા
WWW.jain ના જાણ
For Personal & Private Use Only
atlan International