________________
આજકાલ તો સમય કુસમયના જ્ઞાનથી અજ્ઞાત હોવાને લીધે નાપસંદ મકાનમાં, શરમના દબાણને લીધે ગુપચુપ અને સુગંધી પદાર્થોના બદલે મેલાં અને ફાટેલા પોષાકયુક્ત દંપતીનું મિલન થાય છે, જેથી ભાગ્યહીન નિર્બળ પ્રજા પેદા થતી જોવામાં આવે તેમાં નવાઈ શું?જો સારા સાનુકૂળ વાતાવરણની હકારાત્મક અસર થાય તો ખરાબ અને પ્રતિકુળ વાતાવરણની પણ નકારાત્મક અસર થાય છે. જેવી રીતે જળભરી નદી પોતાની મેળે જ સમુદ્રને જઈ મળે છે, તેવી રીતે ગર્ભાધાનને માટે પણ સ્ત્રી પોતે પોતાની મેળે જ ઇચ્છાવંત થાય, ત્યારે ગર્ભાધાન સંસ્કાર કરવો જોઈએ. માટે જ બન્નેની. પ્રસન્ન ચિત્તવૃત્તિ હોય તો જે ગર્ભ રહે છે, તે સંતતિથી માબાપને અને પરિવારને આનંદ મળે છે.
નક્ષત્ર વિચાર
PS|18 21
ગર્ભાધાન સમયે મઘા, રેવતી, મૂળ એ નક્ષત્રોનો ત્યાગ કરવો, કેમ કે એ નક્ષત્રોએ રહેલા ગર્ભનો જન્મ મૂળ, અશ્લેષા નક્ષત્રમાં થાય છે અને એ નક્ષત્રોમાં થયેલો જન્મ માતા પિતા અને બાળક બન્ને માટે દુઃખદાતા છે માટે તે ત્યજવા લાયક છે. ગર્ભાધાન નક્ષત્રથી જન્મનું દશમું નક્ષત્ર,જન્મ નક્ષત્રથી દશમું કર્મ નક્ષત્ર અને કર્મ નક્ષત્રથી પાંચમું મૃત્યુ નક્ષત્ર હોય છે, માટે તેઓનો ત્યાગ કરવો ફાયદેમંદ છે.
ernational
For Personal & Private Use Only
WWW.jaineliકોટ છે
૪૧.