________________
સુગંધમય પંચવર્ણા પુષ્પોના સમૂહ થોડે થોડે અંતરે સરસ રીતે ગોઠવવામાં આવ્યા હતાં. કાળો અગર ઊંચી જાતની કિંદરૂપ, શિલારસ, દશાંગાદિ ધૂપ વિ. પદાર્થોની સુગંધથી આખું શયન મંદિર મહેકી રહ્યું હતું. ત્રિશલાદેવીની શય્યાઃ
ત્રિશલા દેવીના શયન મંદિરની જેમ શય્યા પણ અવર્ણનીય અને આંખે જોઈ હોય તો જ તેનું મનોહરપણું સમજી શકાય તેવું હતું. તેમાં શરીર પ્રમાણ જેટલું લાંબુ ગાદલું બિછાવ્યું હતું. મસ્તક અને નીચેના પગ મૂકવાના ભાગમાં ઓશિકા મૂકેલા હતા તેથી બે બાજુ ઊંચી અને વચ્ચેના ભાગમાં નમેલી લાગતી હતી. ગંગાના કાંઠાની રેતીમાં જેમ પગ મૂક્તા જ પગ અંદર જતો રહે છે તેમ આ શય્યા પણ એવી સુકોમળ હતી કે પગ મૂક્તાની સાથે પગ ખ. જ્યારે તે સુવા બેસવાના કામમાં ન આવે ત્યારે તે ધૂળ વગેરેથી મેલી ન થાય તે માટે તેને ઉત્તમ વસ્ત્રથી ઢાંકી રાખવામાં આવે છે. શય્યા પર લાલ રંગની મચ્છરદાની લગાવેલી છે. રૂ, બુર નામની વનસ્પતિ, માખણ અને આકડાનું રૂ જેવું કોમળ લાગે તેવી શય્યા સુકોમળ હતી. સુગંધી પુષ્પો અને સુવાસભર્યા ચૂર્ણોની સુગંધ શધ્યામાંથી આવતી હતી.
આમ ઉપર વર્ણવેલી શય્યામાં અલ્પનિદ્રા લેતાં ત્રિશલાદેવીએ પ્રશસ્ત ચૌદ મહાસ્વપ્ન જોયાં. આ વર્ણનથી આપણે એવું જાણવું કે ગર્ભધારણા સમયે આસપાસનું વાતાવરણ એકદમ ખુશનુમા હોવું જોઈએ. સુખકારક શમ્યા હોવી જોઈએ. સ્વસ્તિકાદિ શુભ ચિત્રો હોવા જોઈએ. - ઋતુવંતી સ્ત્રી સુંદર વસ્ત્રાલંકાર, તિલક, તાંબૂલ, સુગંધી પદાર્થયુક્ત હોવી જોઈએ. મનપસંદ ક્ષીરભોજન કરેલું તથા પવિત્ર તેમ જ પ્રસન્નતાપૂર્ણ હૃદય હોવું જોઈએ અને તે પછી હાસ્યવિલાસાદિયુક્ત પતિની ભેટયોગ્ય સમયે લેવાય તો મનોકામના સફળ થાય છે.
હમેશાં સ્મરણ રાખવું કે – પર્વતિથિ, તેમાં પૂર્ણિમા, અમાવસ્યા,આઠમ અને ચૌદસ એ તિથિઓ ઋતુસ્નાન પછી આવતી હોય તો ખાસ કરીને તે તિથિએ ચતુર્થવ્રત પાળવું જોઈએ. અમાસ અને પૂનમને દિવસે પૃથ્વી ઉપર સૂર્ય તેમ જ ચંદ્રમાનું આકર્ષણ હંમેશ કરતાં વિશેષ હોય છે. કારણ કે અમાસના દિવસે ચંદ્ર-સૂર્ય બન્ને સીધી લીટીમાં પૃથ્વીની એક બાજુએ અને પૂનમે પૃથ્વીની એક બાજુ ચંદ્ર તથા બીજી બાજુએ સૂર્ય સીધી લીટીમાં હોય છે. નિયમ જ છે કે
HERE BI
શકતા
For Personal & Private Use Only
www.jaineliby
Jain Education international
3G