________________
તમે સત્સંગ નહિ કરો તો કુસંગ જરૂર થઈ જશે. આથી મન, વચન, કર્મથી સદાય સત્સંગનું સેવન કરો. જ્યારે ચિત્તમાં પતિત વિચારો ઘેરાવા લાગે ત્યારે તરત સચેત થઈ જાઓ અને એ સ્થાન છોડીને પહોંચી જાઓ કોઈ સત્સંગના વાતાવરણમાં, કોઈ સન્મિત્ર કે સત્પરુષના સાંનિધ્યમાં. ત્યાં કામી વિચારો વિખરાઈ જશે અને તમારા તન-મન પાવન થઈ જશે. જો એમ નહિ કરો તો એ પતિત વિચારો તમારું પતન કર્યા વિના નહિ છોડે. કેમ કે જેવું મનમાં હોય છે એવું બહારની ક્રિયામાં વહેલું-મોટું પ્રગટથાય છે. તે
નીચાણ તરફ વહેવું એ પાણીનો સ્વભાવ છે. એ જ પ્રમાણે પતન તરફ સરળતાથી સરકવું એ મનનો સ્વભાવ છે. મન હંમેશાં દગો દે છે, વિષયો તરફ ખેંચે છે, કુસંગતિમાં સાર બતાવે છે, પરંતુ એ પતનનો માર્ગ છે.એ પતનના માર્ગથી બચવા માટે સત્સંગ જરૂરી છે. શુભ સંકલ્પ કરો
ક્યારેક ક્યારેક મોટા મોટા ઋષિ-મુનિઓ પણ આ રસ્તે લપસી પડ્યા છે. તો અમે બ્રહ્મચર્યનું પાલન કેવી રીતે કરી શકીશું?' આવા હીન વિચારોને તિલાંજલિ આપો અને સંકલ્પબળને જગાડો, શુભ સંકલ્પ કરો. તમે જેવું વિચારો છો એવા જ બની જાઓ છો. આ સમગ્ર સૃષ્ટિ સંકલ્પમય છે.તે જ થાય છે,જે તું મનમાં ધારે છે દ્રઢ સંકલ્પ કરવાથી વીર્યરક્ષણમાં મદદ મળે છે અને વીર્યરક્ષણથી સંકલ્પબળ વધેછે.
विश्वासो फलदायकः।
કIB elit
જેવો વિશ્વાસ, જેવી શ્રદ્ધા એવું જ ફળ. બ્રહ્મજ્ઞાની મહાપુરુષોમાં આ સંકલ્પબળ અસીમ હોય છે. વાસ્તવમાં બ્રહ્મચર્યની તો તેઓ જીવતી જાગતી મૂર્તિ જ હોય છે. વીર્યરક્ષક ચૂર્ણ
ગળો, ગોખરૂ અને આંબળાનું સમભાગે ચૂર્ણ બનાવી દો. જેટલું ચૂર્ણ હોય એનાથી બમણી પીસેલી સાકર એમાં મેળવી દો. આ ચૂર્ણ જેમને સ્વપ્નદોષથતો હોય કે ન થતો હોય તે બન્ને માટે હિતકર છે. રોજ સાંજે ચૌવિહાર વખતે એક ચમચી ચૂર્ણ પાણી સાથે લેવું. આ ચૂર્ણ વીર્યને ઘટ્ટ બનાવે છે, કબજિયાત દૂર કરે છે, વાત-પિત્ત-કફના દોષોને નિર્મૂળ કરે છે, સંયમમાં મદદરૂપ નીવડે છે.
(દિવ્ય પ્રેરણા પ્રકાશમાંથી સાભાર)
For Personal & Private Use Only
www.jaineli
n Education international | ૩૫