________________
શુધ્ધિમાં બ્રહ્મચર્યનું મહત્વ
બ્રહ્મચર્ય દ્વારા જ આપણી યુવા પેઢી પોતાના વ્યક્તિત્વનો સંતુલિત અને શ્રેષ્ઠ વિકાસ કરી શકે છે. બ્રહ્મચર્યના પાલનથી શરીર નિરોગી અને ક્રુષ્ટ પુષ્ટ બને છે. બુદ્ધિ કુશાગ્ર બને છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે તથા મહાન માં મહાન લક્ષ્ય નિર્ધારિત કરવાનો, એને સિદ્ધ કરવાનો ઉત્સાહ પ્રગટે છે, સંકલ્પમાં દ્રઢતા આવે છે, મનોબળ પુષ્ટ થાય છે. આધ્યાત્મિક વિકાસનું મૂળ પણ બ્રહ્મચર્ય જ છે.
બ્રહ્મચર્ય શું છે ?
कर्मणा मनसा वाचा सर्वावस्थासु सर्वदा । सर्वत्र मैथुनत्यागो ब्रह्मचर्यं प्रचक्षते ।।
‘મન, વચન અને કર્મ દ્વારા સર્વે અવસ્થામાં સર્વત્ર અને સર્વ પ્રકારે મૈથુનનો ત્યાગ કરવો.તેને જ બ્રહ્મચર્ય કહેવાય છે.'
બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટ તપ છે
આમ તો તપસ્વીઓ અનેક પ્રકારનાં તપ કરે છે, પરંતુ બ્રહ્મચર્ય વિશે ભગવાન શંકર કહે છે ઃ
International
(યાજ્ઞવલ્કય સંહિતા)
न तपस्तप इत्याहुर्ब्रह्मचर्यं तपोत्तमम् । ऊर्ध्वरेता भवेद्यस्तु स देवो न तु मानुषः ।।
‘બ્રહ્મચર્ય જ ઉત્કૃષ્ટ તપ છે. ત્રણેય લોકમાં એનાથી મોટી બીજી કોઈ તપશ્ચર્યા નથી. ઊર્ધ્વરેતા પુરુષ આ લોકમાં મનુષ્ય રૂપે પ્રત્યક્ષ દેવતા જ છે.’
જૈન શાસ્ત્રોમાં પણ બ્રહ્મચર્યની શ્રેષ્ઠતા વર્ણવતાં કહેવાયું છે :
तवेसु वा उत्तमं बंभचेरम् ।
‘બ્રહ્મચર્ય બધાં તપોમાં ઉત્તમ તપ છે.’ ( સૂત્રકૃતાંગ આગમઃ ૬.૨૩)
For Personal & Private Use Only
FIR રક્તન
www.jainelibrary.or
૨૮