SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અંબુ અંબુ એટલે સ્ત્રીના આહાર દ્વારા બનતી રસ અને રક્ત ધાતુ. સ્ત્રીનું લોહી શુદ્ધ હોવું આવશ્યક છે તથા કોઈ પણ જાતના લોહી વિકાર ન હોવા જોઈએ કારણકે માતાના રક્તથી જ શિશુનું શરીર બને છે. જેવી રીતે બીજનું પોષણ જલથી થાય છે, તેવી રીતે બાળકનું પોષણ રક્ત વિ.સાત ધાતુથી થાય છે. માટે જ સપ્તધાતુની શુદ્ધિ પણ જરૂરી છે. (સપ્તધાતુ-રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજજા, શુક્ર/આર્તવ). બીજ સ્ત્રી અને પુરુષબીજ શુદ્ધ હોવું અત્યંત આવશ્યક છે કારણકે શુદ્ધ અને શ્રેષ્ઠ બીજમાંથી જ સાત્વિક સંતાનની ઉત્પત્તિ શક્ય છે. જેમ વૃક્ષનું કારણ બીજ હોય છે તેમ બાળકનું કારણ પણ પિતા અને માતાના બીજનો સંયોગ હોય છે. જેમ ઉત્તમ પ્રકારના બીજથી ઉત્તમ વૃક્ષનું નિર્માણ થાય છે આંબાના બીજમાંથી આંબો જ ઉગે છે અને બાવળના બીજમાંથી બાવળ જ ઉગે છે તેમ ઉત્તમ પુરુષ અને સ્ત્રીના બીજમાંથી ઉત્તમ સંતાન ઉત્પન્ન થાય છે. આથી માતા અને પિતાએ પોતાનું આરોગ્ય ઉત્તમ રાખવું અને બીજ શુધ્ધિ માટે વિશેષ લક્ષ્ય રાખવું.બીજની શુધ્ધિ માટે સ્ત્રી અને પુરુષે ત્રણ મહિના સુધી સંપૂર્ણરૂપથી બ્રહ્મચર્ય પાળવું આવશ્યક છે.આ બ્રહ્મચર્ય શું છે, તેનું મહત્વ શું છે તેની થોડીક માહિતી આપશું. Piesle - આચાર્ય વાભટ્ટાનુસાર ઉપરના ચાર ભાવો સિવાય અપાનવાયુની અવિકૃતતા અને હૃદયની શુદ્ધતા હોવી આવશ્યક માની છે. Gri For Personal & Private Use Only www.jaine sation international ૨૭
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy