________________
સંસ્કાર શક્તિ
ઋતુવંતીના ધર્મ
ઋતુ અર્થાત્ સ્ત્રીનો રજઃકાળ અને ગર્ભધારણાની ઋતુ. સ્ત્રીનું માસિક નિયમિત અને નિરોગી હોય તો તે શ્રેષ્ઠ સંતાન, ઉત્પન્ન કરવામાં કારણભૂત થાય છે. તે માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે.
સારાં સંતાનોની ઇચ્છા રાખનારી સુશીલ બહેનોએ ઋતુવાળા ત્રણ દિવસો પર્યંત અને ગર્ભ રહ્યા પછી પ્રસવકાળ સુધી નીચે કહેલા નિયમો પ્રમાણે વર્તવું
યોગ્ય છે.
રજસ્રાવ શરૂ થયાના ચોથા દિવસ સુધી પુરૂષનું મુખ જોવું નહીં અંજન કરવું નહીં
– પીઠી ચોળવી નહીં, સ્નાન કરવું નહીં,તેલનું માલિશ કરાવવું નહીં રૂદન ક૨વું નહીં
ઊંચા અવાજે બોલવું નહીં, ટી.વી રેડિયોના મોટા અવાજો સાંભળવા નહીં દિવસે સૂવું નહીં
♦ વધારે હસવું નહીં, ગાવું નહીં, બહુ બોલબોલ કરવું નહીં ♦ દોડવું નહીં
માટી,પત્થર કે લાકડાના વાસણ કે પતરાળા વગર બીજા વાસણમાં જમવું નહીં, વાસી ભોજન ક૨વું નહીં
બહુ તીખું, બહુ કડવું, બહુ ગરમ, બહુ તૂરું, બહુ ખાટું, બહુ મીઠું, બહુ ચીકણું, બહુ લૂખું, બહુ નરમ અને બહુ કઠણ ભોજન પણ કરવું નહીં.
આમાંથી શકય તેટલા નિયમો ને પાળવા કારણકે જેટલા નિયમોને વધુ પાળશો તેટલું બીજ વધુ શુધ્ધ થશે.જયારે ગર્ભધારણા કરવાની હોય ત્યારે તો આ નિયમો ખાસ પાળવા.
૨૩
allon International
For Personal & Private Use Only
www