SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સુપ્રજનન માટે શ્રેષ્ઠ વાતાવરણ કેટલું જરૂરી ? સૌ કોઈ જાણે છે કે ગર્ભસ્થ શિશુ પર માતાના આહાર-વિહાર, દિનચર્યા અને માનસિક સ્થિતિનો પ્રભાવ પડે છે. સાથે સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે વાતાવ૨ણની વિશેષતાનો પણ શિશુ પર ઊંડો પ્રભાવ પડે છે. જ્યારે પણ વાતાવરણની ચર્ચા થતી હોય ત્યારે એને ફક્ત સ્થૂળ જ નહીં, સૂક્ષ્મ જગતમાં ચાલી રહેલા પ્રવાહની દૃષ્ટિથી પણ સમજવું જોઈએ. માતા પિતા કે પૂર્વજોના જે સંસ્કાર બાળકોને વારસામાં મળે છે એમાં જે વાતાવરણમાં રહેવામાં આવે છે એની પણ વિશેષ ભૂમિકા હોય છે. સૂક્ષ્મ શરીરને પ્રભાવિત ક૨વામાં જે તત્વોનો ફાળો હોય છે તેનું પણ મહત્વ છે. પુરાણોમાં એવી કેટલીયે ઘટનાઓનું વર્ણન જોવા મળે છે જેમાં બતાવવામાં આવ્યું છે કે દરેક જગ્યાની પોતપોતાની વિશેષતાઓ હોય છે. ઐતિહાસિક અથવા પ્રાકૃતિક કારણોને લીધે પણ દરેક સ્થાનની વિશેષતા જુદી જુદી હોય છે. પરિણામે ત્યાં રહેતા લોકોના વિચારો અને કાર્યો પર એનો સારો ખરાબ પ્રભાવ પડે છે. આ સૂક્ષ્મ વાતાવરણને ધ્યાનમાં રાખીને જ ઋષિમુનિઓ આશ્રમ, ગુરુકૂળની પસંદગી કરતા હતા. બીજા વિસ્તારની અપેક્ષા આ પ્રદેશોમાં સરળતા, સજ્જનતા અને સાત્વિકતા વધારે હોય છે. આ સૂક્ષ્મ વાતાવરણનો જ પ્રભાવ છે. એનો પ્રભાવ ગર્ભાશયમાં ઉછરતા શિશુ પર પણ પડે છે. 19 (appiks SHEPP સામાન્ય રીતે મહિલાઓ પોતાના બાળકોને સુખી સંપન્ન જોવાની કામના રાખે છે, પરંતુ એવી પણ મહિલાઓ થઈ છે જેમણે પોતાના સંતાનોને અમીર નહીં, મહાપુરુષ બનાવવાના સ્વપ્ન જોયા હતા અને તેવો દૃષ્ટિકોણ અપનાવ્યો જેમાં વિનોબાજીની માતાનું નામ લઈ શકાય એમણે પોતાના ત્રણેય પુત્રોને બ્રહ્મજ્ઞાની બનાવ્યા હતા. શિવાજીના માતાજી જીજાબાઈને પણ આ ગૌરવ મળ્યું. શકુંતલા પોતાના ભરતને સીતા પોતાના લવ-કુશને મહાન Edgentionnernational For Personal & Private Use Only www.ja ૧૮ 18 리드라군
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy