________________
ભાગ્યશાળી માનવી જોઇએ કારણકે તેમની પાસે ભગવાનને જન્મ આપવાનો અવસર આવે છે. કદાચ ભગવાનને જન્મ ન આપી શકે પણ યુગપ્રધાન જીવનું અવતરણ તો ચોક્કસ કરી શકે છે.
આજે એક બે બાળકમાં દંપતીઓ સંતોષ માને છે ત્યારે તો આ ગર્ભસંસ્કરણની વિધિ સમજવી અત્યંત આવશ્યક થઇ જાય છે. ઉત્તમ અને ઇચ્છિતગુણોથી ભરપૂર બાળકો માટે ગર્ભસંસ્કરણ જ એકમેવ ઉપાય છે.
સંસ્કૃત સાહિત્યમાં સંસ્કારના ઘણા અર્થો છે. સંસ્કાર એટલે શિક્ષણ, ઉછેર, તાલીમ, શુદ્ધિકરણ કે આદર્શોનું સિંચન કરવું પવિત્ર કરવું વિ. આ સંસ્કાર માનવજીવનમાં ધાર્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા સામાજિક પાસાંનો નિર્દેશ કરે છે. સંસ્કાર એ ફક્ત બાહ્ય વિધિ-વિધાન જ નથી, પરંતુ એક સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એ તો મનુષ્યની આંતરિક, આધ્યાત્મિક ભાવનાનું બાહ્ય કે દર્શનીય લક્ષણ છે.
આ સંસ્કાર એ વ્યક્તિને ઘોડિયાથી સ્મશાન સુધી જ નહિ, પરંતુ ગર્ભથી (મોક્ષ સુધી જવાનો રાજમાર્ગ છે.
- આપણા પૂર્વજો એ ઉપકારક જ્ઞાન વિજ્ઞાનનો વારસો આપણને આપેલો છે. જેમાંની કેટલીક બાબતો આજના યુગમાં આપણે ખાસ સમજવા જેવી અને અજમાવવા જેવી છે..
Rા સંસ્કારો હિ ગુણાન્તરાધાનમ્ |
કોઈ પણ વસ્તુને સમ્યક્ કરવી એટલે કે સમ કરવી તેને સંસ્કાર કહેવાય છે. ગુણોમાં પરિવર્તન લાવવું તેને સંસ્કાર કહેવાય છે. | ઉદા. દૂધમાં મેળવણ નાખવામાં આવે છે તેનું દહીંમાં રૂપાંતર થાય છે. તે મેળવણને સંસ્કાર કહેવામાં આવે છે, જેનાથી દૂધનું દહીંમાં પરિવર્તન થયું. એવી જ રીતે મનુષ્યોમાં પણ વિવિધ ક્રિયાઓ દ્વારા તેમના મન અને આત્માના ગુણોમાં પરિવર્તન લાવવામાં આવે છે અને આ સંસ્કાર મનુષ્યના જન્મ પહેલાથી જ કરવામાં આવે છે. સંસ્કાર એટલે દોષ દૂર કરી ગુણ વિકસાવવાની પ્રક્રિયા. જેમ શાક - દાળમાં વઘાર કરવામાં આવે છે. તેને પણ સંસ્કાર જ કહેવાય છે. ઉદા. તુવેરની દાળ હોય તે વાયુ અને પિત્તને વધારનારી હોય છે તેમાં હીંગ - જીરાનો વઘાર કરીને તેનો આ દોષ ઓછો કરીને નવા ગુણ આપવામાં આવે છે. આમ સંસ્કાર જુના દોષોનો નાશ કરે છે અને નવા ગુણોની વૃદ્ધિ કરે છે.
anavજે ધારશું તે કરીને રહીશું અને જે કરશું તે થઇને રહેશે.
www.Jainelibrary.org