________________
સંસ્કાર એટલે શું ?
-
उपाध्यायदशाचार्य आचार्याणां शतं पिता। सहस्रं तु पितॄन्माता गौरवर्णातिरिच्यते।।
(મનુ મૃ. ૨/૬ ૪૧) . દશ ઉપાધ્યાયો કરતાં એક આચાર્ય વિશિષ્ટ હોય છે,
સો આચાર્યો કરતા એક પિતા વિશિષ્ટ હોય છે, | અને હજાર પિતા કરતા એક માતા વિશિષ્ટ હોય છે.
अर्धं भार्या मनुष्यस्य भार्या श्रेष्ठतमः सखा। असहायस्य लोकेऽस्मिन् लोकयात्रासहायिनी।।
અસહાય આ લોકમાં લોકમાત્રામાં સાથે રહેનારી ધર્મપત્ની મનુષ્યનું અર્ધ અંગ છે.પત્ની એ શ્રેષ્ઠ મિત્ર છે.
આર્યવર્તની ઉન્નતિનો આધાર તેને સર્વાગ સુવ્યવસ્થિત બનાવવામાં છે. અર્થાત્ જેમ પુરૂષવર્ગને કેળવવા અને વ્યવહારધર્મમાં કુશળ કરવાનો શ્રમ થાય છે. તેમ સ્ત્રી જાતિને કેળવવા અને તેનો વ્યવહારધર્મ વ્યવસ્થિત રીતે સમજાવવાની પણ તેટલી જ જરૂર છે કેમ કે સ્ત્રી એ સંસાર-વ્યવહારને સુલભ રીતે ચલાવવા એક ઉપયોગી અંગ છે એટલું જ નહિ પણ ગૃહરાજ્યના મંત્રી છે, વળી તેમના મનોબળ અને શરીરબળ ઉપર ભવિષ્યની પ્રજાના જીવનનો આધાર છે એટલા માટે સ્ત્રીજીવન વધારે સુદઢ થવા પામે તેવા હેતુથી તેના કર્તવ્યધર્મને સમજાવી, સ્ત્રી વ્યવહારની ઉન્નતિમાં જોવામાં આવરણો વિદારવા તે તે વ્યવહારૂ ઘટના પરલક્ષ આપવું ખાસ જરૂરી છે.
મગંલમાં પણ પરમ મંગલ હોય તો તે નવકારમંત્ર છે.આ નવકારમંત્રમાં પંચપરમેષ્ઠિને સ્થાન આપવામાં આવ્યું છે. આ પાંચે પાંચ પરમેષ્ઠિને આ ધરતી પર આવતા પૂર્વે તેમણે માતાના ઉદરમાં તો આવવું જ પડે છે માટે જ આજની શીલવતી નારીઓને ધન્ય છે કે કદાચ તેઓ પોતે ભગવાન નથી બની શકવાના પણ ભગવાનને જન્મ તો આપી જ શકે છે. તેઓ પોતાની કુક્ષિને રત્નકુક્ષિ બનાવી શકે છે.દરેક સ્ત્રીઓએ પોતાની જાતને
J
u cation International
For Personal & Private Use Only