________________
ગહુલીનો ખૂબ જ શોખ છે. ક્યારેક અલગ-અલગ પ્રકારની ગહુંલી આલેખતી હતી. હું દરરોજ સાંજે અથવા રાત્રે સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી ત્યાં એક નવકારવાળી ગણતી. ચોમાસામાં ગમે તેટલો વરસાદ હોય છતાં પણ હું રોજ સવારે પૂજા અને સાંજે દર્શન કરવા જતી હતી (ચોથા મહિને) ચોમાસામાં પ. પૂ. આ. ભ. શ્રી નરરત્ન મ.સા.નું દોઢ મહિના વ્યાખ્યાન સાંભળ્યું. ખૂબ જ સરસ એમનું વ્યાખ્યાન હતું. આચાર્ય મ.સા. વ્યાખ્યાનમાં બધાને ૧ વર્ષમાં ૧ લાખ ૮ હજાર નવકાર ગણવાનો નિયમ આપ્યો હતો. મેં પણ આ નિયમ લીધો હતો. ગર્ભકાળ દરમિયાન મને ધર્મ કરવાનું વધારે મન થતું હતું. જ્યાં પણ ધાર્મિક પ્રસંગો હોય ત્યાં મને જોવા જવાની ખૂબ જ ઇચ્છા થતી હતી. એ વખતે મહાવીર જન્મ વાંચનનો પ્રસંગ આવ્યો તેમાં પણ આચાર્ય ભગવંત શ્રી નરરત્નસુરીશ્વરજી ના મુખે થી બે વખત હાલરડું સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જુદા જુદા દેરાસરો તથા ભગવાનની આંગીના દર્શન કરવા ગમતા હતા.
ચોમાસામાં સાધ્વીજી મ.સા. પાસે વૈરાગ્યશતક સૂત્ર ભણતી હતી. સૂત્ર ભણ્યા બાદ ક્યારેક સાધ્વીજી મ.સા. જૈન શાસ્ત્ર વિશે સમજાવતા હતા. બહુ જ મજા આવતી હતી અને કંઈક નવું જાણવા મળતું. ઘરબેઠા (ઓપન બુક) પરીક્ષા આપી હતી. આચાર્ય મ.સા.નું સામૈયું અને વરઘોડો જેવા પ્રસંગોમાં હું ગઈ હતી. જ્યારે ઉતાવળ હોય ત્યારે દોડી-દોડીને દેરાસરે ઉપાશ્રયે જતી આવતી હતી, છતાં પણ મને કંઈપણ તકલીફ પડી ન હતી. ધર્મકાર્ય કે કોઈપણ અન્ય કાર્ય કરવામાં મને મારા બાળકે તકલીફ આપી ન હતી. આ સમય દરમિયાન કોઈ સારી સારી વાતો કરે જેવી કે જૈનશાસ્ત્રની, તીર્થની, મ.સા.ની વિ. સૂત્ર-અર્થ વગેરે વિશે તો મને તે સાંભળવું બહુ જ ગમતું હતું. પર્યુષણ પર્વ દરમિયાન મેં બે બિયાસણા કર્યા હતા અને ૬ હજાર સ્વાધ્યાય કર્યો હતો. રોજ કબૂતરને ચણ અને ૭ મહિના ગાયને રોટલી ખવડાવતી હતી. રોજ હાલરડું ગાતી હતી. ક્યારેક સાત સ્મરણ પાંચ સ્મરણ કે ત્રણ સ્મરણ ગણતી હતી. અતિચાર, મોટી-શાંતિ, અજિત-શાંતિ, લઘુ-શાંતિ, સકલાડર્વત વગેરે સૂત્રોનું વાંચન કરતી હતી. જુદાં જુદાં સ્તવનો અને ધાર્મિક પુસ્તકનું વાંચન કરતી હતી.
22-
Se eusri
Tematonar
For Personal & Private Use Only
www.jairendra
૧૪૧