________________
સાતમા મહિને યોગીનગર શ્રી સંઘમાં સૌ પ્રથમવાર પ. પૂ. આ. ભ. શ્રી રાજહંસસૂરીશ્વરજી મ.સા.ના દર્શન કર્યા હતા. ગુરુભગવંતની વાણી દોઢ મહિના સુધી સતત સાંભળી હતી. આ.... હા.... હા.... કેવી સુંદરવાણી હતી. જે દિવસે વ્યાખ્યાન માંગલિક હોય અને ઘરે પાછા જવું પડે ત્યારે કંઈક મેળવ્યા વગર જઈએ છીએ એમ લાગતું હતું. વ્યાખ્યાનનો સમય ક્યાં પૂરો થઈ જાય તેની ખબર જ પડતી ન હતી. આચાર્ય ભગવંત શ્રી સંઘ ઉપર અસિમ કૃપા વરસાવી છે અને યોગીનગર શ્રી સંઘ પણ ખૂબ જ પુણ્યશાળી છે કે તેમને આવા સદ્ગુરુ મળ્યા. આચાર્ય ભગવંત પાસે બધા વાસક્ષેપ કરાવવા તથા કોઈ પોતાની સમસ્યા લઈને આવે તો કોઈને પણ ના કહેતા ન હતા. હું બાધા બદલવા ગઈ હતી તે દિવસ તો જીવનમાં ક્યારેય નહીં ભૂલાય. આચાર્ય મ.સા. ડૉ. અભયને પણ બોલાવ્યા હતા. મ.સા.ને જીવમાત્રની કેટલી ચિંતા છે.
| ખરેખર આચાર્ય ભગવંત દયા કરૂણાના ભંડાર છે. મેં મારા ગર્ભમાં રહેલા બાળકને કહ્યું “બેટા, આ છે આપણા ગુરુ, આ ગુરુભગવંતની આપણા ઉપર અસિમ કૃપા છે.” ખરેખર ગુરુભગવંતનો ઉપકાર તો ભવોભવ નહિ ભુલાય એમના ગુણોનું વર્ણન કરવું અશક્ય છે. તેમના ગુણોનું વર્ણન કરતાં શબ્દો ખૂટી જશે, દિવસ અને રાત પસાર થઈ જશે, પણ તેમના ગુણોનો પાર નહિ આવે. સાધ્વીજી મ.સા. ભક્તિધરાશ્રીજી આદિ ઠાણા વગેરે ના દર્શન કરતી હતી.
ગૌતમસ્વામીનું પૂજન, દિવાળીના દિવસે શાસન સમ્રાટ શ્રી નેમિસૂરી મ.સા.નું ગુણાનુવાદ, બેસતા વર્ષે ગુરુભગવંતનું માંગલિક વગેરે કાર્યક્રમો જોયા હતા. ખૂબ મજા આવતી હતી. ગુરુભગવંતની નિશ્રામાં જ્ઞાનપાંચમના દિવસે સામુહિક ક્રિયા અને દેવવંદન પણ કર્યા હતા. ગુરૂભગવંતના પાવન પગલાં, સ્નાત્ર મહોત્સવ અને આઠમા મહિને પુંસવનસંસ્કાર વિધિ આ ત્રણે પ્રસંગો એક જ દિવસે મારા ઘરે થયા હતા. ગુરુભગવંતના સ્વમુખે તથા ડૉ. અભયે પણ આ વિધિ કરાવી હતી. ખરેખર આ દિવસ એક સ્વપ્ન બની ગયું હતું. આ સમય દરમિયાન મારા તથા મારા પરિવારના જીવનમાં ખૂબ જ પરિવર્તન આવી ગયું. તેમ જ આર્થિક અને માનસિક સ્થિતિ પણ બદલાઈ ગઈ
હતી.
S
caun international
For Personal & Private Use Only
www.
૧૪૨