________________
૬) ઇબ્ન સીના નામક સંગીતકાર આરબદેશમાં થઈ ગયા. તેમણે આ વિષય
પર પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં સંગીતને વિવિધ પ્રકારના રોગો પર
કેવી રીતે ઉપયોગ કરવો તેનું વિસ્તૃત વર્ણન છે. ૭) ડો. બર્નાલે રાગ ચિકિત્સા નામક પુસ્તક લખ્યું છે જે તાંજોરમાં સરસ્વતી
મહેલ લાઇબ્રેરીમાં છે.
સંગીત એ વિશિષ્ટ પ્રકારનો ધ્વનિ છે જેમાં અલગ અલગ પ્રકારના કંપનો ઉત્પન્ન થાય છે જે વાતાવરણના માધ્યમ દ્વારા પ્રસરી વ્યક્તિના શરીરને અસર કરે છે. સંગીતકાર સારંગદેવે પોતાની સંગીત રત્નાકર નામક પુસ્તકમાં લખ્યું છે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ વાદ્યને કેવી રીતે પણ વગાડે તો પણ તેમાંથી આહત નાદ ઉત્પન્ન થાય છે. આમ સંગીત એ એક શક્તિ સ્વરૂપ છે જે રાગના માધ્યમ દ્વારા દર્શિત થાય છે.
માતંગ (ઇ.સ. પૂર્વે ૧૦૦) નામક સંગીતકારે રાગની વ્યાખ્યા આપી છે. ‘રાગ એ સૂરોનું એવું બંધારણ છે જેના કારણે તરંગો ઉત્પન્ન થાય છે અને આ તરંગો વિવિધતાથી ભરેલા હૃદયને પ્રફુલ્લિત કરે છે.'
રાગ ચાર પ્રકારના હોય છે. (૧)લોકગીત (૨) કવિતા (૩) ભક્તિગીત (૪) શાસ્ત્રીય સંગીત રાગ ને રાગિની પણ કહેવાય છે.
રાગની રચનાની શરીર અને મન પર એક ચોક્કસ અસર હોય છે. કોઈ ચોક્કસ પ્રકારના રોગ માટે એક ચોક્કસ પ્રકારના રાગને જો સતત સંભળાવવામાં આવે તો તે વ્યક્તિની આસપાસ એક વિશિષ્ટ તરંગોનું વાતાવરણ નિર્માણ થાય છે. જ્યારે રાગ ગાવામાં આવે ત્યારે આપણા શરીરની માંસપેશી, નાડીઓ અને ચક્રો જાગૃત થાય છે.
જ્યારે રાગ વગાડવામાં આવે ત્યારે માંસપેશીઓ, કોષો, સ્નાયુઓમાં આકુંચન (Contraction) ઉત્પન્ન થાય છે. જ્યારે આકુંચન થાય ત્યારે તે ભાગમાં રક્તપ્રવાહ વધે છે અને તે ભાગને પોષણ મળે છે.
જ્યારે બે સૂરો વચ્ચેનો સમય હોય છે ત્યારે માંસપેશીઓ, કોષો તથા સ્નાયુ પ્રસરણ પામે છે (Relaxation) અને રક્તપ્રવાહ ઓછો થાય છે. આમ
ak
calon International
For Personal & Private Use Only
www.jai
૧૧૮