SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમતી લક્ષ્મીબાઈ રાણીએ માતાના ઘટ્ટ સંકલ્પ બળવડે ઘણી જ નાની ઉંમરમાં અશ્વારોહણ, શસ્ત્રવિદ્યા અને શોર્યધર્યતાદિ પ્રાપ્ત કરી હતી અને / અમલમાં પણ આણીહતી. વિક્ટોરિયન સારડોના પ્રમુખપણા હેઠળ ચાલતી સોસાઇટી ઓફ ડ્રામેટીક ઓથર્સ નામની સંસ્થામાં એક દશ વર્ષની બાળાએ ઘણાં નાટકો રચ્યાં છે. તે ઘણી જ નાની વયથી લખતાં વાંચતા શીખી હતી, તેણીએ પાંચ વર્ષની ઉંમરમાં તો લંડનની અંદર પ્રિન્સેસ માટે પોતાની રચેલી કેટલીક કવિતાઓ ગાઈ હતી. આશ્ચર્યલાયક એ છે કે તે ભાષાજ્ઞાનથી અનભિજ્ઞ હતી. છતાં જ્યાં નજર કરે ત્યાંથી સાર ગ્રહણ કરી માણસનો મનોભાવ જાણી નાટક નવલકથા વગેરે રચતી હતી. મીરાંબાઈ, કર્માદેવી, તારામતી વગેરે વિશ્વવિખ્યાત સ્ત્રીરત્નોએ પણ પોતાની માતાના સુદઢ સંકલ્પબળનીસબળ અસરવડે જ પોતાની અમરકીર્તિ કરેલ છે. ડૉ. યંગ બે વર્ષનો થતાં પૂરછટાથી વાંચતો હતો, ચારવર્ષનો થતાં પહેલાં તેણે બે વખત બાઇબલ અથ થી ઇતિ વાંચ્યું હતું. તથા સાત વર્ષની ઉંમરે ગણિતશાસ્ત્ર શરૂ કર્યું હતું, તેમ જ લેંટીન,ગ્રીક, હિંદુ, ફ્રેંચ, ઇટાલિયન વગેરે ભાષાઓ, ગણિતનામું, ઇજનેરી કામ અને દુર્બીન બનાવવાનું કામ પૂર્ણપણે જાણી લઈ તેણે ચોદવર્ષની ઉંમરે સારા શિક્ષકની લાયકાત મેળવી હતી. વિલિયમ ડોમન હેમીલ્ટન ત્રણ વર્ષની ઉંમર થતાં પહેલાં હિંદુ ભાષાનો અભ્યાસી થયો હતો અને સાત વર્ષની ઉમર થતાં તે ભાષાની પૂર્ણતા સંબંધી ડબ્લીનની ફીનીટી કોલેજના ફેલોને પણ કબુલ કરવું પડ્યું હતું કે “ફેલોની જગ્યાના ઉમેદવારમાં પણ આના જેટલું જ્ઞાન નહિ હશે.' તેર વર્ષની ઉંમરે તેણે તેર જાતની ભાષાનું સારું જ્ઞાન મેળવ્યું હતું અને યુરોપની અંદર હાલમાં બોલાતી તથા અસલની ભાષાઓ ઉપરાંત અરબી, ફારસી, સંસ્કૃત, હિંદી અને મલય ભાષાનું પણ ઉત્તમ શિક્ષણ મેળવ્યું હતું. આવા તો ઘણા દાખલાઓ જોવામાં આવે છે અને એ બધો પ્રતાપ માતા પિતાના મહાન સંકલ્પ સંસ્કારનો જ હોય છે. માટે ગર્ભાધાનથી જ ઉચ્ચ સંસ્કારના સબળ સંકલ્પ વડે જે જે કળા, જેવું જેવું રૂપ, જેવી જેવી શક્તિ આપવા ઉઘુક્ત રહેવાશે તે ધારણા પ્રમાણે જ સંતતિ પેદા કરી શકાશે. USB દરFE international For Personal & Private Use Only ૧૧૩ www.jaine જીલ્લt/T
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy