SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी २९ २९१ भुगति गिआनु दइआ भंडारणि घटि घटि बाजहि नाद । २९२ आपि नाथु नाथी सभ जाकी रिधि सिधि अवरा साद । २९३ संजोगु विजोगु दुइ कार चलावहि लेखे आवहि भाग । २९४ आदेसु तिसै आदेसु । २९५ आदि अनील अनादि अनाहति जुगु जुगु एको वेसु ॥२९॥ અથ (જોગીઓનું રૂપક આગળ ચલાવે છે - પરમાત્માનું જ્ઞાન એ ભોજન છે, (ગુરુની) દયા' એ ભોજન પૂરું પાડનાર ભંડારણ છે; અને ઘટ-ઘટમાં વાજે છે, તે (જમવાના તેડા રૂપ) નાદ છે (૨૯૧) આ “નાથ પરમાત્મા પોતે છે, જેમણે આખી સૃષ્ટિ નાથી રાખી છે અને રિદ્ધિ-સિદ્ધિનો સ્વાદ તો તુચ્છ – ત્યાજ્ય છે; (૨૯૨) ૧. ગુરુ પાસેથી જ અધ્યાત્મજ્ઞાન મળી શકે. ગુરુ દયાપૂર્વક તે આખે જ જાય છે - એ અર્થમાં દયા ગુરુનાનકને મન ભંડારણ છે. ૨. જોગીઓને જમવા ઊઠવાનું કહેવા અમુક નાદ કરવાનો વિધિ છે. ગુરૂ ઘટઘટમાં વાજતા અનાહત નાદને - જેને ધ્યાની યોગી ઈશ્વર-સાક્ષાત્કાર વખતે સાંભળે છે – તેને જ્ઞાનરૂપી ભોજન માટે તેડા તરીકે કરાતા નાદ તરીકે ઓળખાવે છે. ૩. જોગીઓના મહંત - ગોરખ, ચર્પટ, મંગલ, ઘુગુ, ગોપી, પ્રાણ, સુરત, ચંબ વગેરે નવ “નાથ” પ્રસિદ્ધ છે. ૪. યોગીઓમાં રિદ્ધિ-સિદ્ધિ કેટલી મેળવી તેની પડપૂછ વધારે હોય છે. તેને અનુલક્ષીને ગુરુ એ બધીને તુચ્છ-ભ્યાજ ગણાવે છે. અણિમા, લધિમા, મહિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ – એ આઠ સિદ્ધિ છે. ૫. અર7 - અપર-તુચ્છ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy