SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ જપુછ-૧ માણસે તો (સદ્ગુરુ પાસેથી) નામ પામીને, તેમાં લવલીન થઈ મનમાં (પરમાત્મા પ્રત્યે) ભાવ-પ્રેમ ઊભા કરવા જોઈએ; (૧૮૦) – અને એ આંતર તીર્થમાં દિલ ચોળીચોળીને સ્નાન કરવું ઘટે! (૧૮૧) બધા ગુણ હે પ્રભુ તારા છે, મારા કોઈ નથી; (૧૮૨) તું ગુણ ન આપે તો (તારી) ભક્તિ ન થઈ શકે. (૧૮૩) તો પછી “વસ્તિ' (તારો જય!) એવી યાચક બ્રાહ્મણની વાણી" (બોલીને તારી સમક્ષ યાચના કરવી રહી. (૧૮) તું સત્ છે, સુંદર છે, સદા આનંદરૂપ છે! (૧૮૫). એ વેળા કઈ હતી, એ વખતે કયો હતો, એ તિથિ કઈ હતી, એ વાર કયો હતો? (૧૮૬) - એ તુ કઈ હતી, એ મહિનો કયો હતો, જ્યારે આ સૃષ્ટિ સરજાઈ હતી ? (૧૮૭) પંડિતો એ સમય જાણતા નથી; નહિ તો પુરાણોમાં એ વિષે લખાણ હોત. (૧૮૮) કાજીઓ એ વખત જાણતા નથી; નહિ તો તેમની કિતાબમાં એ વિષે લેખ હોત. (૧૮૯) (સૃષ્ટિસર્જનનાં) એ તિથિ, વાર, ઋતુ તથા મહિનો જોગીશ્વરો કે બીજા પણ કોઈ જાણતા નથી; (૧૦૦). ૧. સુજના | જુઓ પૌડી ૭ પછીનું વિવરણ. ૨. નિમા જુઓ પીડી ૧૧ પછીનું વિવરણ. ૩. અંતરજાતિ તીરથ ૪. મ િ ૫. સુમતિ | - “સ્વસ્તિ” થાઓ! એમ કહીને યાચક બ્રાહ્મણ દાતાને આશીર્વાદ આપે છે. માથિ વાળો વેરમાંક - અર્થી-યાચક – બ્રાહ્મણની વાણી. ૬. સતા મનિ વાડ | હંમેશાં અંતરમાં આનંદવાળા. સરખા :- સત્યમ્, શિવમ્, સુંદરમ્ | ૭. કાના | ૮. કુરાનું ! કુરાનનો અર્થ અહીં કાજીઓએ લખેલી કિતાબો - વિવરણ – એવો જ લેવો. પંડિતોએ લખેલાં પુસ્તકો કે વિવરણોને જેમ પુરાણુ કહ્યાં છે, તેમ જ કાજીઓએ કરેલાં વિવરણો માટે પણ શબ્દ વાપર્યો છે. ૯. થિતિ. ૧૦. નો | જ્યોતિષી એવો અર્થ પણ લેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy