SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પંજયંથી दाता करता आपि तूं, तुसि देवहि करहि पसाउ । तूं जाणोई समसै दे लै सहि जिंदु कबाउ ॥ – ર ગાણુ ડિટો પાડે ? II ' અર્થ હે પ્રભુ! (નિરંજન નિરાકાર સ્વરૂપ) તમે પોતાની જાતને સર્જનોન્મુખ કરી; અને (સૌથી પ્રથમ) નામ સજર્યું.' – પછી બીજી કુદરત સરજીને તેમાં પોતાનું આસન જમાવી, (પોતાનો ખેલ) પ્રસન્નતાથી નિહાળો છો. હે પ્રભુ! બધાંના દાતા-કર્તા તમે પોતે છો; તમે બધા જીવોને જોઈતું આપો છો અને તેમના ઉપર કૃપા વરસાવો છો. તમે બધાંનું બધું જાણો છો; જીવન બક્ષનાર પણ તમે છો તથા ઘડીમાં પાછું લઈ લેનાર પણ ! – હે પ્રભુ! તમે સૃષ્ટિમાં આસન જમાવીને બેઠા છો, અને બધો ખેલ પ્રસન્નતાથી નિહાળો છો ! [૧] पौडी २ नानक जीअ उपाइकै, लिखि नावै धरमु बहालिआ । ओथै सचे ही सचि निबड़े चुाण वखि कढे जजमालिआ ॥ ૧. વૌરી = પગથિયાંની હારમાળા – નિસરણી. “આસાદીવાર'ની બધી પૌડીઓ ગુરુ નાનકે રચેલી છે. “આસા-દીવાર'ની મૂળ રચના ૨૪ પીંછની હતી. પરંતુ ગાતી વેળા તે દરેક પૌડી પહેલાં અમુક શ્લોકો અને પદો ગવાવા લાગ્યાં હતાં, તેમને પછી “આસા-દી-વારમાં જ સામેલ કરી દેવામાં આવ્યાં. આપણે અહીં ગુરુ નાનકની મૂળ પૌડીઓ જ આપી છે; અને “કીરતની’ રૂપે ગવાવા લાગેલાં પદો તેમ જ શ્લોકો ઉમેરી લીધાં નથી. ૨. બાપુ | ૩. સાનિમો – સજજ કરી – તૈયાર કરી. ૪. જો નાક I ભગવાને સૃષ્ટિ રચતા પહેલાં જીવોના ઉદ્ધારનું સાધન – પિતાનું નામ પ્રથમ રચ્યું, એવો ભાવ. અથવા ગુરુગ્રંથમાં નામ શબ્દ ઘટઘટમાં બિરાજતા નાદને માટે પણ વપરાય છે. તે અર્થમાં સમજીએ તે એવો અર્થ થાય કે, પરમાત્મા સૃષ્ટિ રચવા માટે પોતે પહેલાં નાદ-શબ્દ – કાર બન્યા. કાર વડે જ સઘળી ઉત્પત્તિ થઈ છે એમ “દખણી અંકાર' સૂક્તમાં ગુરુ નાનક જણાવે છે જ– “કારથી જ બ્રહ્મા વગેરે દેવોની ઉત્પત્તિ થઈ; કાર જ એ તવ છે જેણે ચેતનવૃષ્ટિ, શિલા-પર્વત આદિ જડ સૃષ્ટિ (રૂપી દેશ) અને યુગ (રૂપી કાળ)ની ઉત્પત્તિ કરી છે, ઇ૦.” ૫. વાડ ચાહના, પ્રસન્નતા. ૬. સારા પ્રસાદ, કૃપા. ૭. બિંદુ | જીવન. ૮. વાડ ! એક શબ્દ બોલતાં વાર લાગે તેટલામાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy