________________
જપુછઃ વિશેષ ધ અને અહીં જ ગુરુ નાનકના માર્ગની બીજી મુખ્ય બાબત આવીને ઊભી રહે છે – નામ. ગુરુ નાનક પરમાત્માના “નામ”ને “સતિ’ નામ એટલે કે સાચું નામ (સાચુ નાશ, સાચી નાર) કહે છે અર્થાત તે નામનો જપ કરવાથી ભ્રમ-અજ્ઞાનનરક ટળી જાય છે. પરંતુ તે સાચું નામ “પૂરા” ગુરુ જ આપી શકે.
સિંધ-ગેસટિમાં સિદ્ધ જોગીઓ ગુરુ નાનકને સીધે જ પ્રશ્ન પૂછે છે કે, તમે કહો છો તેવા ગુરુ શી રીતે મળે? ત્યારે ગુરુ નાનક એટલો જ જવાબ આપે છે કે, પરમાત્માની કૃપા હોય તો જ તેવા ગુરુનો ભેટો થાય. અર્થાત્ જીવે જન્મોજન્મ સદાચરણ કરતા કરતા એ લાયકાત મેળવવાની છે. તેને બીજો કોઈ ધરી કે રાજમાર્ગ નથી.
પણ ગુરુઓના માર્ગમાં દર્શાવેલી પરમાત્માના “નામ”ની વાત જરા વધારે વિગતથી સમજવા જેવી છે. નામ એટલે સીધો સાદો “વર્ણાત્મક અક્ષરો’ એટલો જ અર્થ નથી. અલબત્ત, ગુરુ આપણને પ્રથમ તે વર્ણાત્મક અક્ષરોરૂપ જ નામ આપે છે. પણ વર્ણાત્મક નામ મળ્યું એ આખી વાતને છેડો નથી. એ નામમાં લવલીન થવાય – તેને જપ પરાકાષ્ઠાએ પહોંચે, ત્યારે અજપા-જાપ ઊભો થઈ, આપણામાં ગાજતા જીવ – જગત – સર્વના મૂળરૂપ અનાહત નાદ સાથે અનુસંધાન પામે છે; અર્થાત્ અનાહત નાદરૂપી પરમાત્મામાં તે એક થઈ જાય છે. એ અનાહત નાદમાં એક થઈ જવું, એ જ સત્ય પરમાત્માને પામવા – અર્થાત સત્ય પરમાત્મારૂપ થઈ જવું.'
સિરી રાગ, મ૦ ૧, ઘ૨ ૩, ૧–૫માં ગુરુ નાનક આ બધી ચર્ચાને સમારોપ ન કરતા હોય તેમ જણાવે છે–
सतसंगति कैसी जाणीऐ जितु मिलिए नामु वखाणीऐ ।
.एको नामु हुकम है नानक सतिगुरि दिआ बुझाइ जीउ ॥ - પુરુષને સંગ થયો કોને કહેવાય?-કે જે મળતાં નામ જપતા થવાય. ‘એક’ પરમાત્માનું નામ જ પરમાત્માને “હુકમ' છે અને સદ્ગુરુ જ તે આપણને પમાડી શકે.
એટલે સદ્ગુરુ પાસેથી નામ પામીને, તેમાં વિલીન થઈ, અનાહત નાદ રૂપે આપણામાં ગાજતા પરમાત્મામાં સમાઈ જવું, એ જ પરમાત્માને જીવો માટે હુકમ છે.
૧. જપુછ પૌડી ૪. ૨. સિધ-ગેસટિ- ૧૦. ૩. સિધ-સટિ' પદ ૬. ૪. જુઓ "સિધ-ગેસટિ' પદ ૫૪ -શૂન્યમાં ગાજતે અનાહત નાદ અપરંપાર પરમાત્માને ધારણ કરતે હોય છે. એ અનાહત નાદ મારફત પરમાત્માનો જેને સાક્ષાત્કાર થાચ, તે માણસને મુક્ત જાણુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org