SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ . ૫ જયંથી ત્યારે એ સાચી ટંકશાળમાં અનાહત નાદ (રૂપી સાચે સિક્કો) ઘડાય. (૩૭૨) - જેમના ઉપર પ્રભુની કૃપા થાય, તેઓ આ કામ કરી શકે, (૩૭૩) હે નાનક, (પ્રભુ) પોતાના કૃપાકટાક્ષથી એમને ન્યાલ કરી મૂકે છે. (૩૭૪) ૩૭-૩૭૧ : પરમાત્માને ભય અને પરમાત્મા પ્રત્યે ભાવ (મર-મા૩) આ બંને સાથે જ જોઈએ. રાગ ગૌરી ગુઆરી (મ૦ ૧) ૩-૧માં ગુરુ નાનક એ બે વચ્ચેનો સંબંધ આ પ્રમાણે દર્શાવે છે– भै बिनु कोइ न लंघसि पारि भै भउ राखिआ भाइ सवारि । – પરમાત્માના ભય વિના કોઈ સંસારને પાર કરી શકે નહિ; કારણકે, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ તેમના ભય વડે જ ખીલી ઊઠે છે. કડી ૩૭ર: ઘટ્ટ સહુ સી સીએ સાચી ટંકશાળમાં અનાહત નાદ (રૂપી સાચો સિક્કો) ઘડાય. અહીં સવંદુ - શબ્દ એટલે અનાહત નાદરૂપી શબ્દ – ધ્વનિ – ધુનિ. નામસ્મરણરૂપી અમૃત ભાવપ્રેમરૂપી મુસમાં ઢાળે, તો અનાહત નાદરૂપી ચલણી સિક્કો સાચી કશાળમાં ઘડી શકે, એ ભાવ. સરખાવો – गुरु सेवाते नामे लांगा, तिस कउ मिलिआ जिसु मसतकि भागा । ... जासु जपत मुसकलु कछू न बने, जासु जपत सुणि अनहत धुनै ।। – જેના લલાટમાં – ભાગ્યમાં લખ્યું હોય, તેને પૂરા ગુરુ મળે અને તેમની સેવાથી પામેલા નામમાં લગની લાગે. એ નામનો જપ કરવાથી બધી મુશ્કેલીઓ ટળી જાય અને અનાહત નાદ સૂણવા પામે. (ગૌડી, મ૦ ૫, પૃ૦ ૨૩૬, ૨-૭) नामु जिनकै मनि वसिआ, वाजै सबद घनेरे । – જેના મનમાં તારું નામ વસે, તેનામાં (પંચ અનાહતનાદરૂપી) ઘણેરો નાદ ગાજી ઊઠે છે. (રામકલી, મ૦ ૩, નંદુ-૩) રાગ રામકલી, મ૦ ૩, નંદુ - પમાં કહ્યું છે धुरि करमि पाइआ तुधु जिन कउ सि नामि हरिके लागे । ___ कहै नानक तह सुखु होआ तितु घरि अनहदु बाजे ॥ – પૂર્વના પુણ્યબળે તમે જેને બક્ષ, તે તમારા નામમાં લાગે. નાનક કહે છે કે, તે (પરમે) સુખ પ્રાપ્ત કરે અને તેના અંતરમાં અનાહત નાદ ગાજી ઊઠે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy