SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ દશરથ રાજાએ એક જ વારતેને માથાથી પગ સુધી નજર નાંખીને જોયો. એક વખત યુવાનીથી ભરપૂર એવા આ સેવકનું શરીર હવે હાડપિંજર જેવું બની ગયું હતું. પાંચેય ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ ગઈ. માથાના બધા વાળ ધોળા થઈ ગયા. શરીરમાં લોહી કે માંસનું નામ નિશાન દેખાતું નથી. ફક્ત હાડકાંનો માળખો, ઉપસી આવેલી નસો અને માત્ર ચામડીથી ઢંકાયેલું દૂબળું શરીર જોઈને દશરથના મનમાં વૈરાગ્ય જાગી ગયો. તેઓ વિચાર કરવા લાગ્યા, જીવની જન્મથી મરણ સુધીની એકધારી ચાલતી યાત્રામાં શરીરને શું શું નથી ભોગવવું પડતું? આજે આ વૃદ્ધ સેવકની જે અવસ્થા છે, તેવી જ કાલે મારી પણ થશે પછી હું શું કરીશ ? 29 | ઝેર જન્મો જન્મ સુધી જીવનો નાશ કર્યા કરે છે. આવી રીતે આ દેહ નાશ પામે, તે પહેલાં જ કર્મોનો ભૂક્કો બોલાવી કઠોર એવી મોક્ષની સાધના શા માટે ન કરવી? આવો વૈરાગ્યપૂર્ણ ભાવ તેમને જાગ્યો. પુણ્યવાન આત્માઓને સફળ પુરુષાર્થ કરવા માટે તક પણ સારી મળી જાય છે. સત્યભૂતિ નામના એક મુનિ ભગવંત અયોધ્યાનગરની બહાર પધાર્યા. તેઓ ચાર જ્ઞાનના સ્વામી હતા. તેમની પધરામણીના સમાચાર મળતાં જ રાજા પોતાના આખા પરિવાર સાથે તેમને વંદન કરવા પહોંચ્યા. पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननीजठरे शयनम्। આ બાજુ સીતાની સાથે પોતાના લગ્ન ન થવાથી શોકાતુર બનેલા રાજકુમાર ભામંડલ તથા નિરાશ થયેલા ચંદ્રગતિ રાજા રથાવર્ત પર્વતથી પાછા ફરતી વખતે અહીં આવ્યા. દશરથ રાજા અને ચંદ્રગતિ રાજા મુનિરાજની દેશના સાંભળવા માટે વ્યાખ્યાન સભામાં પોતાના યોગ્ય આસને બેઠા. આદુષ્ટચક્ર ક્યાં સુધી ચાલ્યા કરશે? જન્મમરણનું દૃશ્ય મનુષ્ય રોજે રોજ જોયા કરે છે. છતાં પણ તે ભૌતિક સુખ અને વિષયસુખની પાછળ ફર્યા કરે છે. ઝેરતો ફક્ત એક જ વાર મારે છે. પરંતુ વિષયસુખનું મુનિ સત્યભૂતિના પ્રવચનથી ભામંડલ બેભાન DILIP SONI 1997 lopternational For Pers Pvate Use Only www
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy