SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ નારદજીનું આવવું અને રામલક્ષ્મણનું લવકુશને ભેટવું. આવું ભયંકર યુદ્ધ ચાલતું હતું એટલામાં આકાશમાર્ગેનારદમુનિ યુદ્ધભૂમિ ઉપર આવી પહોંચ્યા. તેમણે ઉદ્વિગ્ન થયેલા રામ અને લક્ષ્મણને જોઈને નવાઈ પામતાં પૂછયું – “આપ બંને આનંદ પામવાના બદલે નિરાશ કેમ દેખાઓ છો ? પુત્રાદિBત VS/Mયની વડીલોએ તો પુત્રથી પરાજયની અભિલાષા રાખવી જોઈએ. તે પોતાથી વધુ પરાક્રમી અને બહાદુર જણાય, ત્યારે આનંદ અનુભવવો જોઈએ. તમને જાણીને નવાઈ થશે કે આ બંને કુમારો લવ અને કુશ તમારા જ વંશજ છે. વધારામાં તેઓ સીતાજીની કૂખે જન્મેલા આપના જ પુત્રો છે. તેઓ આપ બંનેના દર્શનની ઇચ્છાથી યુદ્ધનું કારણ ઉભું કરીને અહીં આવ્યા છે. તમને લાગ્યું હશે કે આ સુદર્શન ચક્ર કેમ પાછું આવ્યું ? પણ એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે તે સગોત્રના વંશજનો ઘાત કરી શકતું નથી. તમે જાણતા જ હશો કે, પૂર્વે ભરત અને બાહુબલીના યુદ્ધમાં આવી જ રીતે ભરતે જ્યારે બાહુબલીને પરાસ્ત કરવા છેલ્લે ચક્ર છોડ્યું હતું, ત્યારે પણ સુદર્શન ચક્ર તેમને ત્રણ પ્રદક્ષિણા દઈને ભરત ચક્રવર્તી પાસે પાછું આવ્યું હતું. આથી આપ સૌએ યુદ્ધ ન કરતાં એકબીજાને પરસ્પર ભેટીને આનંદ અનુભવવો જોઈએ. આટલા વર્ષો પછી પહેલી વાર તેઓ તમને મળ્યા અને તમે પરાજીત થયા. એ તમારા માટે ગૌરવ અને આનંદનો વિષય ગણાય. આશ્ચર્ય, શરમ, સુખ અને દુઃખ આ બધા ભાવોને એક સાથે અનુભવતાં રામને એકદમ મૂછ આવી ગઈ.તત્કાળ લક્ષ્મણ વગેરેએ શીતળ ચંદનના જળથી તેમના મોઢા ઉપર છંટકાવ કરીને ભાનમાં લાવ્યા. તેઓ ઉઠીને લક્ષ્મણને સાથે લઈ પોતાના પુત્રોને પ્રેમથી ભેટવા માટે આતુરતાપૂર્વક દોડ્યા.રામ અને લક્ષ્મણને પોતાના તરફ આવતાં જોઈને બન્ને ભાઈઓએ પોત-પોતાના રથમાંથી ઉતરીને સામે આવીને જીવનમાં પહેલી વખત રામ અને લક્ષ્મણના ચરણ સ્પર્શ કર્યા. તેઓ ખૂબ પ્રેમથી ભેટી પડ્યા. Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy