________________
91... જો જે 5 માય ના
આ બાજુ સ્વપતિ ઉપર અનુરાગવાળી કામલક્ષ્મી રાજાની અનુમતિ લઈ પ્રતિદિન દાન દેવા લાગી, જેથી તેનો ભરથાર કોઈ પણ રીતે તેણીને મળી જાય. એક વખત વેદસાર બ્રાહ્મણ દાન લેવા આવ્યો. કોમલક્ષ્મીએ તેને ઓળખી લીધો. બાજુમાં બોલાવી બધી ઓળખાણ આપી. તેની સાથે ભાગી જવા એક યોજના બનાવી લીધી અને કહ્યું કે “સાતમે દિવસે હું ચંડીદેવીના મંદિરમાં રાત્રે આવીશ. તમે પણ ત્યાં આવજો. ત્યાંથી આપણે બન્ને પોતાના ઈષ્ટ સ્થાને પહોંચી જઈશું.”
રાણીએ રાજાના ગળા ઉપર તલવારથી ઘા કર્યો. ત્યારબાદ રાણીએ પેટ દુઃખવાનું બહાનું કાઢ્યું. અનેક વૈદ્યો આવ્યા. છતાં કંઈ પણ ફેર ન પડ્યો. ત્યારે કામલક્ષ્મીએ રાજાને કહ્યું કે,
મેં એક વખત તમારી બીમારી વખતે માન્યતા કરેલી કે, હે ચંડી દેવી ! હું અને રાજા બન્ને કાળીચૌદશે
પૂજન માટે આવી જઈશું. તે વખતે તમારી વેદના તો શાંત થઈ ગઈ. પરંતુ એ પૂજન માટે જવાનું ભૂલી ગઈ. તેથી હવે આવતી કાળી ચૌદશે જવાનું નક્કી
કરી લઈએ.’ આ રીતે જવાનું નક્કી કર્યું કે વેદના શાંત થઈ ગઈ. આવો દેખાવ કામલક્ષ્મીએ કર્યો. ચૌદશના દિવસે ઘોડા પર બેસી રાત અને રાણી પૂજનનો સામાન લઈને ગયા. ચંડીદેવીનું મંદિર આવ્યું એટલે રાજાએ ઘોડો ઊભો રાખ્યો. રાજા અને રાણી ચંડીદેવી તરફ ચાલવા માંડ્યા. રાજાએ મંદિરની બહાર તલવાર મૂકી, ત્યાર
બાદ રાજા મંદિરના દરદLજામાં માથું નમાવી પ્રવેશ કરતા હતા, એટલામાં તો પાછળથી રાણીએ તલવાર લઈ રાજાના ગળા ઉપર ઘા કર્યો અને ધડામ કરતાં માથું નીચે પડ્યું. કામલક્ષ્મીએ એક ખૂણામાં જઈને દીવાના પ્રકાશથી જોયું. તો વેદસાર
Jain Education international
For Personal & Private Use Only
www.ainelibrary.org